Sunday, October 4, 2026
HomeGujaratમહિન્દ્રાએ વીરો સીએનજીના વેચાણનો પ્રારંભ કર્યો, કિંમત રૂ. 8.99 લાખથી શરૂ

મહિન્દ્રાએ વીરો સીએનજીના વેચાણનો પ્રારંભ કર્યો, કિંમત રૂ. 8.99 લાખથી શરૂ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારતના અગ્રણી યુટિલિટી વ્હિકલ નિર્માતા અને એલસીવી <3.5 t સેગમેન્ટમાં અગ્રેસર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે તેના વીરો લાઇટ કમર્શિયલ વ્હિકલ (એલસીવી)ના સીએનજી વેરિઅન્ટની કિંમત જાહેર કરી છે. વીરો સીએનજી બે ટ્રીમમાં ઉપલબ્ધ બનશે જેની શરૂઆત બેઝ 1.4 XXL SD V2 વિકલ્પ માટે એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.99 લાખ અને 1.4 XXL SD V4 (A) સીએનજી ટ્રીમની કિંમત એક્સ-શોરૂમ રૂ. 9.39 લાખથી શરૂ થાય છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં સૌપ્રથમ વખત પ્રદર્શિત કરાયેલ વીરો સીએનજીનું વેચાણ આજથી શરૂ થશે.મહિન્દ્રાના મોડ્યુલર અર્બન પ્રોસ્પર પ્લેટફોર્મ (યુપીપી) દ્વારા વીરો સીએનજી નિર્મિત છે. તે સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે ડિઝાઇન કરાયું છે તથા માલીકીના ખર્ચ, સુરક્ષા, ક્ષમતા, કેબિન આરામ અને ડિઝાઇનમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે સજ્જ છે. તે ટકાઉ અને સ્વચ્છ મોબિલિટી પ્રત્યે મહિન્દ્રાની કટીબદ્ધતા દર્શાવે છે.મહિન્દ્રા વીરો સીએનજી 19.2 કિમી/કિલોગ્રામ*ના જબરદસ્ત માઇલેજ સાથે બેજોડ મૂલ્ય પ્રદાન કરે છે અને 150-લિટર સીએનજી ટેન્ક 480 કિમીની શ્રેષ્ઠ સીએનજી રેન્જ પૂરી પાડે છે. આ ઉપરાંત તેમાં કટોકટી માટે 4.5-લિટર પેટ્રોલની ટાંકી છે, જે સાથે તેની કુલ રેન્જ 500 કિમીથી વધુ સુધી લંબાવશે. આમ તે શહેરની અંદર અને બહાર ઉપયોગ માટે આદર્શ છે.1.4 ટનની પેલોડ ક્ષમતા અને 3035 મીમી કાર્ગો લંબાઈ તેને કોઈપણ પ્રકારના કાર્ગો માટે યોગ્ય બનાવે છે. તેનું ટર્બો સીએનજી એન્જિન 67 કે kWની શ્રેષ્ઠ શક્તિ અને ૨૧૦ Nm ટોર્ક પ્રદાન કરે છે જે તમારા માલસામાનની સમયસર ડિલિવરી કરવામાં અને સારો નફો મેળવવામાં મદદ કરે છે.ડ્રાઇવર-સાઇડ એરબેગ, AIS096 ક્રેશ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું પાલન, ઉચ્ચ-શક્તિવાળા સ્ટીલ કન્સ્ટ્રક્શન અને ફોલ્સ સ્ટાર્ટ એવોઇડન્સ સિસ્ટમ તેમજ શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ડ્રાઇવર વિઝિબિલિટી જેવી સુવિધાઓ સાથે વીરો ગ્રાહક સલામતી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. કેબિન મહત્તમ આરામ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ડ્રાઇવર અને બે મુસાફરોને બેસવાની સુવિધા છે અને તેમાં એર કન્ડીશનર, રિક્લાઇનિંગ ડ્રાઇવરની સીટ અને સેગમેન્ટમાં પ્રથમ ટીએફટી ક્લસ્ટરનો સમાવેશ થાય છે.20,000 કિમી સર્વિસ ઇન્ટર્વલ તેમજ એન્જિન સ્ટોપ સ્ટાર્ટ, પાવર મોડ અને ડ્રાઇવર ફ્યુઅલ કોચિંગ સિસ્ટમ જેવી વિશેષતાઓ સાથે વીરો સીએનજી માલીકીનો નીચો ખર્ચ સુનિશ્ચિત કરે છે.વિશિષ્ટ ગ્રિલ અને વર્ટિકલ હેડલેમ્પ્સ જેવા બોલ્ડ અને આધુનિક ડિઝાઇન તત્વો વીરો સીએનજીને રોડ ઉપર એક મજબૂત હાજરી આપે છે, જે તેને એલસીવી સેગમેન્ટમાં અલગ પાડે છે અને ‘સોચ સે આગે’ બનવાના તેના વચનને મૂર્તિમંત કરે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here