Saturday, August 15, 2026
HomeIndiaયુરોકિડ્સ પ્રિસ્કુલે યુવા વિદ્યાર્થીઓની હોંશીલી સહભાગિતા સાથે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી

યુરોકિડ્સ પ્રિસ્કુલે યુવા વિદ્યાર્થીઓની હોંશીલી સહભાગિતા સાથે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ભારતની અગ્રણી પ્રિસ્કૂલ એક્સપર્ટ, યુરોકિડ્સ પ્રિસ્કૂલે તેના 250+ કેન્દ્રો પર 15000+ ટોડલર્સને જોડતા સમગ્ર દેશમાં 76માં ગણતંત્ર દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. સર્જનાત્મકતા, શિક્ષણ અને દેશભક્તિની લાગણીના અદભુત સંયોજન સાથે, આ ઇવેન્ટ યુવા વિદ્યાર્થીઓને પ્રસંગના મહત્વનો પરિચય કરાવવા માટે વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો, જેણે ઉત્સાહી સહભાગીઓ પર કાયમી પ્રભાવ છોડ્યો.યુરોકિડ્સે ગણતંત્ર દિવસની ઉજવણી, તેના યુવા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રના લોકશાહી ઇતિહાસની ગહન પ્રશંસા કરવા માટે હૃદયપૂર્વકની પહેલ સાથે કરી. આ ઉજવણીની શરૂઆત ઔપચારિક ધ્વજવંદન સાથે થઈ, જ્યાં બાળકોએ ત્રિરંગાના મહત્વ વિશે જાણ્યું અને ગર્વ સાથે રાષ્ટ્રગીત ગાયું. વિશિષ્ટ રીતે તૈયાર કરેલ વય-યોગ્ય પ્રવૃત્તિઓએ ગણતંત્ર દિવસની ભાવનામાં વધારો કર્યો, જેમાં પેટ્રિયોટિક ડ્રેસ-અપ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ આકર્ષક પરંપરાગત અને દેશભક્તિના પોશાક પહેર્યા હતા, જેનાથી તેમને સાંસ્કૃતિક મૂળ સાથે જોડાણને પ્રોત્સાહન મળ્યું. આ આકર્ષક પ્રવૃત્તિઓ દ્વારા, યુરોકિડ્સ એ ગૌરવ, એકતા અને નાગરિક જાગૃતિની ભાવના પ્રેરિત કરી, જેનાથી આ ઉજવણીને નાના બાળકો માટે અર્થપૂર્ણ અને યાદગાર, બંને બની.યુરોકિડ્સ સાથે સંરેખિત તેના નવા લૉન્ચ કરાયેલ અભ્યાસક્રમ, જે “શું” વિચારવાને બદલે “કેવી રીતે” વિચારવા પર ભાર મૂકે છે, એટલે કે હ્યુરેકા – ધ વિઝિબલ થિંકિંગ કોર્સે ગણતંત્ર દિવસની ઉજવણીમાં દેશભક્તિ, એકતા અને નાગરિક જવાબદારીના મૂલ્યોને પોષવા માટે એક મંચ તરીકે સેવા આપી હતી. રોમાંચક પ્રવૃત્તિઓ, ઇન્ટરેક્ટિવ સ્ટોરી ટેલિંગ અને રાષ્ટ્રીય ગૌરવની રચનાત્મક અભિવ્યક્તિ દ્વારા, આ ઉજવણીએ બાળકોને લોકશાહી અને સાંસ્કૃતિક ઇતિહાસના મહત્વ વિશે વિવેચનાત્મક રીતે વિચારવા પ્રોત્સાહિત કર્યા.આ ઉજવણી પર બોલતા, લાઇટહાઉસ લર્નિંગ (યુરોકિડ્સ) ખાતે પ્રી-કે ડિવિઝનના સીઈઓ, કેવીએસ શેષસાઈએ જણાવ્યું હતું કે, “ગણતંત્ર દિવસ એ આપણા યુવા વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, એકતા અને જવાબદારીની ભાવના કેળવવાની અદ્ભુત તક છે. યુરોકિડ્સ ખાતે, અમે શિક્ષણને અર્થપૂર્ણ યાદો બનાવે તેવા સમૃદ્ધ અનુભવો સાથે સંયોજિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ ઉજવણી દરમિયાન બાળકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ ઉત્સાહ અને સર્જનાત્મકતા જવાબદાર અને મૂલ્યોથી ભરપૂર ભાવિ નાગરિકોને આકાર આપવાના અમારા સમર્પણની પુનઃપુષ્ટિ કરે છે.”યમુના વિહારના યુરોકિડ્સ ખાતે ફ્રેન્ચાઇઝ પાર્ટનર, શિવાની ચૌધરીએ વધુમાં કહ્યું કે, “યુરોકિડ્સ યમુના વિહાર ખાતે, 76માં ગણતંત્ર દિવસની ઉજવણી આકર્ષક રંગો અને ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આપણા રાષ્ટ્રધ્વજના ત્રિરંગામાં તૈયાર થયેલા બાળકોએ ગર્વ સાથે રાષ્ટ્રગીત અને અન્ય દેશભક્તિના ગીતો ગાયા. સર્જનાત્મક ક્રાફટ પ્રવૃત્તિઓમાં સામેલ થઈને, તેઓ આ ખાસ દિવસના સાર સાથે ગહનપુર્વક જોડાયા”.પ્રારંભિક બાળપણના શિક્ષણમાં બે દાયકાથી વધુની શ્રેષ્ઠતા સાથે, યુરોકિડ્સ સર્વગ્રાહી વિકાસને પોષવાના તેના લક્ષ્યમાં મક્કમ છે. ગણતંત્ર દિવસની ઉજવણી જેવી પહેલો શીખવા માટેના પ્રેમ, સંસકૃતી પ્રત્યે સન્માન અને 21મી સદીમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માટેનું તેનું સમર્પણ દર્શાવે છે. યુરોકિડ્સ આત્મવિશ્વાસુ અને સર્વાંગી વિદ્યાર્થીઓને આકાર આપવાનું ચાલુ રાખે છે, જેમાં એપ્રિલ 2025 સત્ર માટે પ્રવેશ હવે તમામ યુરોકિડ્સ કેન્દ્રોમાં શરુ થઇ ગયા છે, જે માતાપિતાને તેમના બાળકના ભવિષ્ય માટે મજબૂત પાયો સ્થાપિત કરવાની સંપૂર્ણ તક આપે છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here