છેલ્લા સપ્તાહથી ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા મામલે સેન્ટ્રલ IBએ રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન બંનેને ફટકાર્યા છે. સેન્ટ્રલ IBએ કહ્યું કે ઉતર ભારતીયો પર થયેલા હુમલામાં રાજ્ય સરકારે ગંભીરતા દાખવી નથી. આ સાથે પોલીસ પણ ઉદાસીન વલણ દર્શાવ્યું છે. વધુમાં જણાવ્યું કે ભાજપ સંગઠન પણ હુમલાઓ રોકવામાં નિષ્ક્રિય રહ્યું છે. સેન્ટ્રલ IBએ રજુ કરેલા રિપોર્ટમાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ વિશે ગંભીર નથી અને ગુજરાતનું ભાજપ સંગઠન નિષ્ક્રિય રહ્યું છે.
BJP હાઈકમાન્ડે CM અને પ્રદેશ પ્રમુખને ઠપકો આપ્યો
દિલ્હી ભાજપ હાઈકમાન્ડે ઉતર ભારતીયો પર થઈ રહેલા હુમલા મામલે ગુજરાતના CM રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આ મામલે યોગ્ય ગંભીરતા ન દાખવતા ઠપકો આપ્યો છે. જો કે ગઈ કાલે જ PMમોદીએ CMને ફોન કરી ગંભીરતા દાખવવા ઠપકો આપ્યો હતો.
પરપ્રાતીયો પર હુમલા મામલે PMOને રોજે રોજ રિપોર્ટ આપવો જરૂરી
રાજકીય સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર PMOએ ગુજરાતના CM અને પ્રદેશ પ્રમુખને જણાવ્યું છે કે તમે રોજે રોજ ઘટનાવત રિપોર્ટ આપે. કોઈ પણ ભોગે ઉત્તર ભારતીયો પર હુમલાઓને રોકવા દિલ્હીથી સૂચના અપાઈ છે. પરપ્રાંતીયોને પલાયન થતાં અટકાવવા ગુજરાતના નેતાઓને આદેશ અપાયા છે.
ગુજરાતના પરપ્રાંતીય BJP નેતાઓ પલાયન થતા અટકાવવા સક્રિય
બિનગુજરાતી એવા પરપ્રાંતીય ગુજરાત BJPના નેતાઓને હાઇકમાન્ડે સક્રિય કરી દીધા છે. ગુજરાતમાંથી પલાયન થતાં ઉતરભારતીયોને અટકાવવા તમામ બિનગુજરાતી નેતાઓ કામે લાગ્યા છે.