વૈષ્ણવાચાર્ય ઈન્દિરાબેટીજીના 82 લાખના મકાનને વેચવાના મામલે સેવિકા સહિત બેની ધરપકડ

0
76
news/MGUJ-VAD-HMU-LCL-two-women-arrested-in-connection-with-illegal-selling-of-indirabetijis-house-in-vadodara-gujarati-news-596652
news/MGUJ-VAD-HMU-LCL-two-women-arrested-in-connection-with-illegal-selling-of-indirabetijis-house-in-vadodara-gujarati-news-596652

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂ.ઇન્દિરાબેટીજીની 200 કરોડની સંપત્તિ માટે નવા અને જુના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે માંજલપુર હવેલી પાછળ આવેલું ઇન્દિરાબેટીજીનું મકાન રૂપિયા 82 લાખમાં બારોબાર વેચી મારનાર ત્રિપુટી પૈકી સમા શાહ અને સેજલ દેસાઇની આજે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરતા વૈષ્ણવ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો હતો.

ક્રાઇમ બ્રાંચે સમા શાહ અને સેજલ દેસાઇની કરી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કમળાબહેન લાડે પોલીસ કમિશનરને સમા શાહ, સેજલ શાહ અને ધર્મેશ મહેતા વિરૂધ્ધ છેતરપિંડીની અરજી આપી હતી. જે અરજીની તપાસ ક્રાઇમ બ્રાંચે શરૂ કરી હતી. જે અરજીની તપાસમાં સમા શાહ, સેજલ શાહ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ મહેતાની પ્રથમ દ્રષ્ટીએ સંડોવણી જણાઇ આવતા આજે ક્રાઇમ બ્રાંચે ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો હતો. અને સમા શાહ અને સેજલ દેસાઇની ધરપકડ કરી હતી.

મકાન બારોબાર વેચી દેનાર સામે કમળાબહેને કરી છે ફરીયાદ

ડી.સી.પી. ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ આ ચકચારી કેસ અંગે જણાવ્યું હતું કે, માંજલપુર ખાતે હવેલીની પાછળ પૂ. ઇન્દિરા બેટીજીનું મકાન બારોબાર વેચી દેનાર સમા શાહ, સેજલ દેસાઇ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ રમેશભાઇ મહેતા સામે કમળાબહેન લાડે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સમા શાહ અને સેજલ દેસાઇની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જે લોકોની સંડોવણી બહાર આવશે. તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ફેસબુકમાં અભદ્ર પોસ્ટ કરવાના મામલે પણ તપાસ થશે

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સમા શાહ અને સેજલ દેસાઇએ વ્રજેશકુમાર અને ધ્રુમિલકુમારે ધમકી આપ્યાની આપેલી અરજીની તપાસ કરવામાં આવી રહી છે. જે અરજીની તપાસમાં જો સત્ય જણાઇ આવશે તો તે અરજીના અનુસંધાનમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સમા શાહ અને સેજલ દેસાઇ સામે વ્રજેશકુમાર અને ધ્રુમિલકુમાર વિરૂધ્ધ ફેસબુકમાં થયેલી અભદ્ર પોસ્ટ કરવાના જે આક્ષેપો થયેલા છે. તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતની કરાઈ છે ફરિયાદ

ફરિયાદ કરનાર જૂના પાદરા રોડનાં કમળાબહેન મૂળજીભાઇ લાડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મહેન્દ્રભાઇ છોટાલાલ ધ્રુવને ત્યાં રહુ છું. ટ્રસ્ટીઓ સેજલ કિરીટ દેસાઇ, ધર્મેશ રમેશ મહેતા તેમજ સમા પીયુષ શાહ અમારા ઘરે આવ્યા હતા. અને તેઓએ મહેન્દ્રભાઇ ધ્રુવને કહ્યું હતું કે, તમે પૂજ્ય ઇન્દિરાબેટીજીને અંજલિ સ્વરૂપે તેઓનું હવેલી પાછળ આવેલ મકાન ખરીદી લો. તેમ જણાવી મકાન પેટે રૂ. 82 લાખ લીધા હતા. ટ્રસ્ટીઓએ મહેન્દ્રભાઇ ધ્રુવની તરફેણમાં રજિસ્ટર દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. દરમિયાન મિલકત ટ્રાન્સફર ન થતાં કમળાબહેને ટ્રસ્ટના સેજલ કિરીટ દેસાઇ ( રહે. સૃષ્ટિ રેસિડન્સી, પ્રોડક્ટિવિટી રોડ), સમા પીયુષ શાહ ( રહે. માંજલપુર) તેમજ ધર્મેશ રમેશ મહેતા ( રહે. કરોલબાગ, દિલ્હી) વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.