નવી દિલ્હી, તા. ૨૫
અમેરિકાની સત્તાવાર યાત્રા દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોની ઉપÂસ્થતિવાળા નિવેદનને લઇને ઇમરાન ખાન એકબાજુ દેશમાં વિપક્ષીઓના ટાર્ગેટ ઉપર આવી ગયા છે. બીજી બાજુ હવે ભારતે પણ આ મામલામાં પાકિસ્તાનની જારદાર ઝાટકણી કાઢી છે. ભારતે કહ્યું છે કે, જ્યારે ઇમરાન ખાને પાકિસ્તાનમાં આતંકવાદીઓની ઉપસ્થતિ અને તેમની ટ્રેનિંગની વાત સ્વીકારી છે ત્યારે તેમની સામે પગલા દેખાવવા માટે નહીં બલ્કે વિશ્વસનીયરીતે રહે તે ખુબ જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાનને ત્રાસવાદીઓની ઉપÂસ્થતિ, તેમની ટ્રેનિંગ અને ત્યારબાદ લડાઈ માટે કાશ્મીર મોકલવાની વાત સ્વીકાર કરી છે ત્યારે હવે પાકિસ્તાનના અંકુશવાળા વિસ્તારમાં સક્રિય ત્રાસવાદી કેમ્પો ઉપર માત્ર દેખાવવા પુરતા નહીં બલ્કે વિશ્વસનીય કાર્યવાહી કરે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન એવા કામ કરે જે અમે વર્ષોથી કરી રહ્યા છે. પાકિસ્તાન પગલા લઇને વિશ્વ સમક્ષ દાખલા બેસાડે તે સમય આવી ગયો છે. હાલમાં ઇમરાન ખાને પાકિસ્તાનની યાત્રા દરમિયાન જાહેરમાં કબૂલાત કરી હતી કે, પાકિસ્તાનમાં ૪૦ આતંકવાદી કેમ્પો હતા. ઇમરાને એમ પણ કહ્યું હતું કે, અગાઉની સરકારોએ છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકાને ત્રાસવાદના નામ ઉપર કોઇ માહિતી આપી ન હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પાકિસ્તાન હજુ પણ વિશ્વને ગેરમાર્ગે દોરવાના કામો જ કરી રહ્યું છે. કારણ કે, આતંકવાદીઓ સક્રિય હોવા છતાં પગલા લેવાઈ રહ્યા નથી. નૌસેનાના પૂર્વ અધિકારી કુલભુષણ જાધવ સામે યોગ્ય પગલા લઇને પાકિસ્તાન આગળ વધશે તેવી અમને અપેક્ષા છે. કુલભૂષણ જાધવને ઇન્ટરનેશનલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે તેવી અમને અપેક્ષા છે. કુલભુષણને ફાંસી પર હાલમાં બ્રેક મુકાઈ હતી.