નિરવ મોદીને ફટકો : જામીન આપવા ફરીવાર ઇન્કાર થયો

0
14

લંડન, તા. ૨૫
ભારતના ફરાર કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટ તરફથી કોઇપણ રાહત મળી નથી. કોર્ટે તેની જામીન અરજીને ફરી એકવાર ફગાવી દીધી છે. તેની કસ્ટડી ૨૨મી ઓગસ્ટ સુધી વધારી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ મામલાની સુનાવણી હવે ૨૨મી ઓગસ્ટના દિવસે કરાશે. સુત્રોનું કહેવું છે કે, હિરા કારોબારીના કેસમાં ટ્રાયલ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી શકે છે. ફરાર કારોબારી ઉપર પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ચુનો લગાવવાનો આરોપ છે. નિરવ મોદી હાલમાં લંડનની વંડ્‌સવર્થ જેલમાં છે. આ વર્ષે ૧૯મી માર્ચના દિવસથી નિરવ મોદી જેલમાં છે. પીએનબી પાસેથી લોન લઇને ફરાર થઇ ગયા બાદ નિરવ મોદી ઉપર મનીલોન્ડરિંગના આરોપ મુકવામાં આવ્યા હતા. ફરાર કારોબારીના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આ પહેલા ૨૨મી જુલાઈના દિવસે પણ તેમની જામીન અરજી બ્રિટનની હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. યુકે હાઈકોર્ટે પણ નિરવ મોદીની જામીન અરજીને ફગાવી દીધી હતી. અરજી પર સુનાવણી દરમિયાન નિરવ મોદીના વકીલે દલીલ કરી હતી કે, નિરવ મોદી લંડન મૂડી એકત્રિત કરવા માટે આવ્યા છે. જા તેમને જામીન મળશે તો પોતાને એક ઇલેક્ટ્રોનિક સાધનથી ટેગ કરીને આગળ વધશે જેના મારફતે તેમને ટ્રેક કરવામાં આવી શકાશે. નિરવ મોદી સામે પ્રત્યાર્પણ માટેની કામગીરી શરૂ થઇ ચુકી છે. આવી Âસ્થતિમાં નિરવ મોદી ફરાર થઇ જાય તેવી કોઇ શક્યતા દેખાઈ રહી નથી. તેમના બાળકો ઇંગ્લેન્ડમાં યુનિવર્સિટી ખોલી રહ્યા છે અને તેઓ બ્રિટનમાં અવરજવર કરતા રહેશે. ૧૯મી માર્ચના દિવસે નિરવ મોદીની એ વખતે અટકાયત કરવામાં આવી હતી જ્યારે તે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે પહોંચ્યા હતા. બેંકના એક કર્મી દ્વારા જ પોલીસને માહિતી આપી હતી.