પ્રતિષ્ઠિત અમેરિકન આઈસ્ક્રીમ બ્રાન્ડ અને ભારત અને વિશ્વની સૌથી મોટી QSR આઈસ્ક્રીમ ચેઈન, બાસ્કિન-રોબિન્સ મુંબઈના ઉત્સાહભર્યા અંધેરી વિસ્તારમાં તેના 1000મા આઉટલેટના ભવ્ય ઓપનિંગની ગર્વ સાથે જાહેરાત કરે છે. આ મહત્વપૂર્ણ ઉપલબ્ધી ભારતીય અને સાર્ક ક્ષેત્રના ગ્રાહકોને પ્રસન્ન કરવાની તેની ત્રણ દાયકાની લાંબી સફરમાં એક નવા યુગને આવકારે છે. અંધેરી ખાતે 750 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ નવું આઉટલેટ મુંબઈમાં અને દેશમાં બાસ્કિન-રોબિન્સનું સૌથી મોટું આઉટલેટ છે, જે તેના ગ્રાહકોને પ્રીમિયમ અને સ્વાદિષ્ટ ડેઝર્ટ પ્રદાન કરવા માટે બ્રાન્ડની વર્તમાન પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. મુખ્ય હિતધારકો,ઉદ્યોગના અગ્રણીઓ અને બ્રાન્ડ પ્રત્યે વફાદાર ગ્રાહકોની હાજરીમાં આયોજિત આ ભવ્ય ઓપનિંગ ઇવેન્ટ, ભારત અને સાર્ક પ્રદેશમાં બાસ્કિન-રોબિન્સની અદભુત વૃદ્ધિની ઉજવણી હતી.1993 માં ગ્રેવિસ ફૂડ્સ સાથે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો ત્યારથી, ભારતમાં અને સાર્ક પ્રદેશમાં બાસ્કિન-રોબિન્સની મુખ્ય ફ્રેન્ચાઇઝી, બાસ્કિન-રોબિન્સે ભારતીય ગ્રાહકોની અનન્ય પસંદગીઓ સમજીને તેમને આહલાદક અનુભવ અને ગુણવત્તા પ્રદાન કરીને ખુબ જ પ્રખ્યાત બનાવે છે. આ 1000માં આઉટલેટનું ઉદઘાટન એ ગુણવત્તાયુક્ત ઘટકોનો ઉપયોગ કરવાની અને વિવિધ પ્રકારની ફ્લેવર ઓફર કરવાની બ્રાન્ડની સફળ યોજનાનો પુરાવો છે, જેનાથી મેટ્રોપોલિટન શહેરો, તેમજ લોકપ્રિય ટુરિસ્ટ અને ઊભરતાં નોન-મેટ્રો બજારો સહિત 290+ શહેરોમાં તેના વિસ્તરણને વેગ મળ્યો છે અને જેનાથી તે બાસ્કિન-રોબિન્સ માટે સૌથી મોટું વૈશ્વિક બજાર બન્યું છે. બાસ્કિન-રોબિન્સની ભારત અને સાર્ક પ્રદેશમાં યાત્રા, સતત નવીનતાભરી રહી છે, જેમાં બાસ્કિન-રોબિન્સ દ્વારા નવા ફ્લેવર્સ અને ફોર્મેટ રજૂ કરવાથી લઈને મોટા આઉટલેટ, કિઓસ્ક અને આધુનિક ટ્રેડ ચેનલોના મિશ્રણ દ્વારા તેના રિટેલ ફૂટપ્રિન્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રમાં આઈસ્ક્રીમ કેક, આઈસ્ક્રીમ પિઝા અને આઈસ્ક્રીમ “રોક્સ”—ઝટપટ નાસ્તા માટે બાઈટ-સાઈઝ આઈસ્ક્રીમ ટ્રીટ — ઑફર કરનાર પ્રથમ બ્રાન્ડ છે. સ્થાનિક બજારની પરિસ્થિતિઓ અને ગ્રાહકોની પસંદગીઓ સમજીને તેને અપનાવવાની બ્રાન્ડની ક્ષમતા તેની સફળતામાં મહત્વની છે, જે તેને માત્ર ભારત અને સાર્ક પ્રદેશમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ જ નહીં, પરંતુ ગ્રાહક અનુભવનો અભિન્ન ભાગ બનાવે છે. બાસ્કિન-રોબિન્સ દ્વારા મિસિસિપી મડ, હની નટ ક્રન્ચ અને બાવેરિયન ચોકલેટ જેવા લોકપ્રિય સિગ્નેચર ફ્લેવર્સ સહીત ગુલાબ જામુન, કારમેલ મિલ્કકેક અને રાબડી જલેબી જેવી સ્થાનિક મીઠાઈઓના ફ્લેવર્સ સાથે ઉત્પાદિત પ્રોડક્ટ્સ ઓફર કરવામાં આવે છે. વધુમાં, થોડા વર્ષો પહેલા ઓનલાઈન ઓર્ડરની સુવિધા પ્રદાન કરનાર અને પોતાના ગ્રાહકો માટે લોયલ્ટી પ્રોગ્રામ શરુ કરનાર આ પ્રથમ આઈસ્ક્રીમ બ્રાન્ડ હતી.
બાસ્કિન-રોબિન્સ દ્વારા ભારતમાં અને સાર્ક પ્રદેશમાં તેનું 1000મું આઉટલેટ ખોલવાથી ભારતના બ્રાન્ડ પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ જોવા મળી
Date: