ભારતની ચિંતા વધી! ડોકલામ મુદ્દે ભુટાનના વડાપ્રધાને મારી ગુલાંટ, ચીનને પણ ત્રીજો પક્ષકાર ગણાવ્યો

0
5

અગાઉ ભુટાનના વડાપ્રધાને આ મુદ્દો ભારત અને ભુટાન વચ્ચેનો ગણાવ્યો હતો

હવે કહે છે કે આ મામલે ચીન સમાન ભાગીદાર છે

6 વર્ષ અગાઉ 2017માં ડોકલામમાં એક રોડનિર્માણ અંગે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને લાંબા સમય સુધી બંને દેશોની સેના આમને-સામને રહી હતી. ત્યારે ભુટાનના વડાપ્રધાને કહ્યું હતું કે ડોકલામ ભારત અને ભુટાન વચ્ચેનો મુદ્દો છે. પણ હવે તે ઘટનાના 6 વર્ષ બાદ ભુટાનના વડાપ્રધાન લોટે શેરિંગે કહ્યું કે ડોકલામ વિવાદ ભારત, ભુટાન અને ચીને સાથે મળીને ઉકેલવો જોઈએ. b

ચીનને આ મુદ્દામાં સામેલ કરી લીધો 

ભુટાનના વડાપ્રધાને કહ્યું કે ડોકલામ વિવાદનો ઉપાય શોધવામાં બેજિંગ પણ સમાન ભાગીદાર છે. જોકે ભારત સરકાર માને છે કે ડોકલામ પર ચીને ગેરકાયદે રીતે કબજો કરી રાખ્યો છે. જોકે ભુટાનના વડાપ્રધાનના તાજેતરના નિવેદને ભારતની ચિંતા વધારી દીધી છે કેમ કે આ મામલે ભુટાનનું વલણ એકદમથી બદલાઇ ગયું છે. 

એક ઈન્ટરવ્યૂમાં આ ટિપ્પણી કરી 

એક અહેવાલ અનુસાર બેલ્જિયમના એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ભુટાનના વડાપ્રધાન લોટે શેરિંગે કહ્યું કે ડોકલામ સમસ્યાનો ઉપાય એકમાત્ર ભુટાન ન કરી શકે. તેમાં 3 પક્ષો છે. કોઈ નાનો કે મોટો દેશ નથી હોતો, ત્રણેય સમાન દેશો છે. પ્રત્યેકની ગણતરી એક તૃતીયાંશ છે. તેમણે કહ્યું કે અમે તૈયાર છીએ. બંને પક્ષો પણ તૈયાર થઈ જાય તો અમે ચર્ચા દ્વારા ઉપાય શોધી શકીએ છીએ.