અયોધ્યા વિવાદ સતત ત્રીજા દિને સુનાવણી યથાવત જારી

0
27

નવી દિલ્હી, તા. ૮
અયોધ્યા વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટમાં દરરોજના આધારે સુનાવણી ચાલી રહી છે. આજે સતત ત્રીજા દિવસે સુનાવણી થઇ હતી. આજે સુનાવણી દરમિયાન જુદી જુદી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. આવતીકાલે પણ સુનાવણી જારી રહેશે. હિન્દુ પક્ષ તરફથી રજૂઆતો થઇ રહી છે. મામલાની સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ કરેલા તીક્ષ્ણ પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે. કોર્ટમાં રામલલાના વકીલે પોતાની દલીલો રજુ કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે પણ રામમંદિર કેસની સુનાવણી કરવામાં આવશે. મહત્વનું છે કે, દર સપ્તાહે મંગળ-બુધ અને ગુરૂવારે જ સુનાવણી થાય છે. પરંતું સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર શુક્રવારે કામની યાદીમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદની સુનાવણી પણ સામેલ છે. રામલલાના વકીલ કે,પરાસરણે કહ્યું કે દેવતાની હાજરી એક ન્યાયિક વ્યક્તિ હોવાના પરીક્ષણની કસોટી નથી. તેમણે જણાવ્યું કે, નદીઓની પણ પૂજા કરવામાં આવે છે,ઋગવેદ પ્રમાણે સૂર્ય એક દેવતા છે, સૂર્ય એક મૂર્તિ નથી પરંતુ તે સર્વકાલિક દેવતા છે. જેથી સૂર્યને એક ન્યાયિક વ્યક્તિ ગણી શકાય છે. જસ્ટિસ ભૂષણે આ દરમિયાન રામલલાના વકીલને પુછવામાં આવ્યું કે, શું જન્મસ્થાનને વ્યક્તિગત માની શકાય છે, જે પ્રકારે ઉત્તરાખંડની હાઈકોર્ટે ગંગાને વ્યક્તિ માની હતી, આ અંગે પરાસણે કહ્યું કે, રામજન્મભૂમિ વ્યક્તિ હોઈ શકે છે અને રામલલા પણ. કારણ કે તે એક મૂર્તિ નથી, પણ એક દેવતા છે અમે તેમને સજીવ માનીએ છીએ. સુનાવણી દરમિયાન રામલલાના વકીલ કે. પરાસણે કહ્યું કે, જન્મસ્થાન અંગે સચોટ સ્થળની જરૂર નથી, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ પક્ષો બન્ને જ વિવાદિત ક્ષેત્રને જન્મસ્થાન ગણાવે છે. જેથી આ મુદ્દે તો કોઈ વિવાદ જ નથી કે આ ભગવાન રામનું જન્મસ્થાન છે. તેમણે કહ્યું કે, રામલલાને આ કેસમાં પક્ષકાર ત્યારે બનાવાયો જ્યારે મેજિસ્ટ્રેટે ઝ્રઇઁઝ્રની કલમ ૧૪૫ હેઠળ તેમની સંપત્તિ એટેચ કરી દીધી હતી. ત્યારબાદથી સિવિલ કોર્ટે આ સ્થળે કંઈ પણ કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.