કોરોના, ઈન્ફ્લ્યુએન્ઝા A અને B ઉપરાંત શ્વસન તંત્ર સંબંધિત વાયરસ પણ વાતાવરણમાં હાજર, ICMRની પુષ્ટી

0
3

દેશમાં કોરોનાની સાથે વધુ પાંચ સંક્રમણનો ફેલાવો થઈ રહ્યો છે

0.1 ટકા દર્દીઓમાં કો-ઈન્ફેક્શન એટલે કે એકથી વધુ પ્રકારના ઈન્ફેક્શન જોવા મળી રહ્યા છે

દેશમાં કોરોનાની સાથે વધુ પાંચ સંક્રમણનો ફેલાવો થઈ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પુષ્ટિ કરી છે કે 30 થી વધુ કેન્દ્રો પર દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી કોરોના, ઈન્ફલ્યુએન્ઝા A અને B સિવાય શ્વસન તંત્ર સંબંધિત વાયરસ પણ ફેલાયાના પુરાવા મળ્યા છે.

આ તમામ ચેપી રોગોના લક્ષણો પણ સમાન

આ તમામ ચેપી રોગોના લક્ષણો પણ સમાન છે. આવી સ્થિતિમાં, જો કોઈને ત્રણ કે ચાર દિવસથી વધુ સમય સુધી કોઈ લક્ષણો હોય તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ICMRના ચેપી રોગો વિભાગના વડા ડૉ. નિવેદિતા ગુપ્તા કહે છે કે દેશમાં 30 અલગ-અલગ સ્થળોએ એક સર્વેલન્સ નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે જ્યાં દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

0.1 ટકા દર્દીઓમાં કો-ઈન્ફેક્શન

0.1 ટકા દર્દીઓમાં કો-ઈન્ફેક્શન એટલે કે એકથી વધુ પ્રકારના ઈન્ફેક્શન જોવા મળી રહ્યા છે, પરંતુ H1N1 અને H3N2 સિવાય વિક્ટોરિયા વાયરસના કેસ પણ સામે આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં 10 સેમ્પલમાં H3N2, 18માં વિક્ટોરિયા, 25માં કોરોના વાયરસ મળી આવ્યો છે.

ઈન્ફલ્યુએન્ઝા વાયરસ હંમેશા પર્યાવરણમાં હાજર હોય છે

ઈન્ફલ્યુએન્ઝા વાયરસ હંમેશા પર્યાવરણમાં હાજર રહ્યો છે. તેનું પીક વર્ષમાં બે વાર આવે છે, જે ચોમાસા અને શિયાળામાં જોવા મળે છે, પરંતુ ઘણી વખત આ પીક વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. 2021 માં ઓમિક્રોનની લહેર દરમિયાન શિયાળામાં પીક જોવા મળ્યું નહોતું