Monday, October 12, 2026
HomeAhmedabadમહિસાગરમાં ઉજ્જવલા યોજનાને મોંઘવારીનો માર, ગેસના સિલિન્ડર ક્યાંક માળિયામાં તો ક્યાંક ભંગારમાં

મહિસાગરમાં ઉજ્જવલા યોજનાને મોંઘવારીનો માર, ગેસના સિલિન્ડર ક્યાંક માળિયામાં તો ક્યાંક ભંગારમાં

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મહીસાગર : મહિસાગર જિલ્લામાં ઉજ્જવલા યોજના ના ગેસના બોટલા ક્યાંક માળીયા ઉપર તો ક્યાંક કાટમાળમાં જોવા મળી રહ્યા છે કારણ કે બે વર્ષમાં ઉજ્જવલા યોજનાનો ગેસનો બોટલો ભરાવવા 47% જેટલો મોંઘો થતા લોકોને મોંઘવારીનો માર સતાવી રહ્યો છે. મહિસાગર જિલ્લા ના કડાણા તાલુકાના કડાણા ગામ માં તેમજ ઠાકોરના નાધ્રા ગામે ઉજ્જવલા યોજનાના ગેસની બોટલોના ભરાવી આવી ચૂલા ઉપર મહિલાઓ આંખો ફોડીને રસોઈ બનાવતી હોવાની મળેલ માહિતીનાં અનુસંધાને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે કડાણા તાલુકાના કડાણા ગામે તેમજ ઠાકોરના નાધ્રા ગામે રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું.અહીં લોકોએ ઘરના ઉજ્જવલા યોજનાની ગેસની બોટલો માળીયા ઉપર તો ક્યાંક ભંગારમાં લારી ઉપર સહિત કાટમાળમાં પડેલા જોવા મળ્યા હતા. કારણ કે લોકો અહીં ગેસની બોટલ ભરાવતા નથી અને ચૂલા ઉપર જમવાનું બનાવે છે ચુલા પર જમવાનું બનાવી રહેલી મહિલાને પૂછવામાં આવ્યું તો ગેસનો બોટલો લીધા પછી ભરાવ્યા જ નથી કેમકે ગેસનો બોટલ ભરાવવો મોંઘો થયો છે અને તે પણ 1000 ને પાર થતાં ઓછી કમાણીમાં લાકડાં લાવી ચૂલા ઉપર જ રસોઈ બનાવવું સસ્તું પડી રહ્યું છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આજ રીતે ચુલા ઉપર જ રસોઇ બનાવતા આવ્યા છીએ અને આજે પણ બનાવી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું.ગરીબ ચૂલા ફુક્તી મહિલાઓની મદદ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરાઇ હતી જેનો ઉદ્દેશ મહિલાઓને ચૂલા લાકડાના ધુમાડાથી છુટકારો અપાવવાનો હતો. જેનો મોટા પાયે પ્રચાર પ્રસાર કરાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતભરમાં ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને ગેસ જોડાણ અપાયા હતા પરંતુ જેમ જેમ ગેસના ભાવ વધતા ગયા તેમ તેમ ગ્રામીણ ગરીબ મહિલાઓ ગેસથી દૂર થઇ ગઇ અને આખરે લાકડાં સળગાવી ચૂલો જ ફૂકવાનો વારો આવ્યો છે. કડાણા તાલુકામાં 40% લાભાર્થીઓએ ગેસ સિલિન્ડર રિફિલ કરાવવાનું બંધ કરી સિલિન્ડરો ઠેકાણે એટલે કે ક્યાંક માળિયા પર લારી પર ભંગારમાં તો ક્યાંક કાટમાળમાં મૂકી પરંપરાગત ચુલા પદ્ધતિ પુનઃ અપનાવી લેતા ઉજ્જવલા યોજનાના લાકડાંથી ચૂલો સળગાવી મહિલાઓ રસોઈ બનાવી રહી છે અને તું મારો મહિલાની આંખોને કોરી રહ્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here