Sunday, October 4, 2026
HomeWorldયુએસમાં ભારતીય ડોક્ટરે મહિલાઓ તથા બાળકોના નગ્ન ફોટાઓ પાડતાં ધરપકડ

યુએસમાં ભારતીય ડોક્ટરે મહિલાઓ તથા બાળકોના નગ્ન ફોટાઓ પાડતાં ધરપકડ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પીટીઆઇ વોશિંગ્ટન: યુએસના મિશિગન સ્ટેટમાં ઓકલેન્ડ કાઉન્ટીમાં રોશેસ્ટર હિલ્સ વિસ્તારમાં રહેતાં ૪૦ વર્ષના ભારતીય ડોક્ટર ઉમર એજાઝની વર્ષો સુધી હોસ્પિટલ્સમાં ગુપ્ત કેમેરાઓ ગોઠવી મહિલાઓ તથા બાળકોના નગ્ન અવસ્થામાં ફોટાઓ પાડી તેનો સંગ્રહ કરવાના ગુનાસર આઠમી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરની પત્નીએ વ્યથિત કરી મુકે તેવી સામગ્રીઓ સાથે રજૂઆત કર્યા બાદ પોલીસને તેના ડોક્ટર પતિના ગુનાઓની જાણ થઇ હતી. અગાઉ કોઇ ગુનાઇત રેકોર્ડ ન ધરાવતાં બે પુત્રોના પિતા એવા ડોક્ટર પર વીસ લાખ ડોલર્સના બોન્ડ નક્કી કરાયા છે. ઓકલેન્ડ કાઉન્ટીના શેરિફે માઇક બોચાર્ડે જણાવ્યું હતું કે ડોક્ટરના ઘરેથી હજારો વિડિયોમળી આવ્યા છે. એક જ હાર્ડ ડ્રાઇવ પર પોલીસને ૧૩,૦૦૦ વિડિયો મળી આવ્યા છે. જેને તપાસવામાં મહિનાઓ લાગી જશે. અગાઉ સ્પોર્ટસ ડોકટર લેરી નાસરે જે પ્રકારે સેક્સકાંડ કર્યો હતો તેની સાથે આ ડોક્ટરના કૃત્યને સરખાવવામાં આવી રહ્યું છે. પોલીસે આઠમી ઓગસ્ટે ડોક્ટરની ધરપકડ કરી એ પછી સંખ્યાબંધ વોરન્ટસ જારી કરી છ કમ્પ્યુટર્સ, ચાર ફોન્સ અને પંદર એક્સટર્નલ ઉપકરણો કબજે કર્યા છેે. એજાઝ પર તેરમી ઓગસ્ટે બાળકોની જાતીય સતામણી, નગ્નાવસ્થામાં તસવીરો પાડવાના તથા ગુનો કરવા માટે ક્મ્પ્યુટરનો ઉપયોગ કરવાના આરોપ મુકવામાં આવ્યા છે. ઓકલેન્ડ કાઉન્ટીના પ્રોસિક્યુટર કરેન મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે એજાઝ પ્રતિષ્ઠિત સંસ્થાઓ તથા હોસ્પિટલ્સમાં તેના શિકારને શોધતો હતો. ૨૦૨૩માં તેણે ગોલ્ડફિશ સ્વિમિંગ કલબના ચેન્જિગ રૂમમાં બાળકો તથા તેમની માતાઓના ફોટા પાડયા હતા. ડોક્ટરના ભોગ બનેલાંઓમાં બે વર્ષના બાળકથી માંડી મહિલાઓનો સમાવેશ થાય છે. એજાઝ ૨૦૧૧માં વર્ક વીઝા પર ભારતથી યુએસમાં આવ્યો હતો. સિનાઇ ગ્રેસ હોસ્પિટલમાં રેસિડેન્સી કર્યા બાદ તે અલાબામામાં રહ્યો હતો. તે ૨૦૧૮માં મિશિગનમાં પાછો ફર્યો હતો. તેણે ક્લિન્ટન ટાઉનશિપમાં આવેલી હેન્રી ફોર્ડ મેકોમ્બ હોસ્પિટલ તથા ગ્રાન્ડ બ્લાકમાં આવેલી એસિન્શન જેનેસિસ હોસ્પિટલમાં પણ કામ કરેલું છે. હાલ તે એક કંપનીમાં ફિઝિશ્યન તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે જેમાં તેને વિવિધ હોસ્પિટલ્સમાં મોકલવામાં આવે છે. આ ડોક્ટરના કારસ્તાનનો ભોગ બનેલાં લોકોની સંખ્યા એટલી મોટી છે કે પોલીસે લોકો માટે એક ખાસ ઇમેઇલ એડ્રેસ બનાવ્યું છે જેથી લોકો સત્તાવાળાઓનો સંપર્ક કરી તેમને જરૂરી માહિતી આપી શકે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here