Tuesday, August 11, 2026
HomeWorldયુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજી, 22થી વધુનાં મોતથી હાહાકાર, 1200 કિલોમીટરના...

યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજી, 22થી વધુનાં મોતથી હાહાકાર, 1200 કિલોમીટરના અંતર સુધી માત્ર પાણી જ પાણી

Date:

Related stories

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

સેન્ટ્રલ યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજીના પગલે અત્યાર સુધીમાં 22થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. રોમાનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા જેવા દેશોની સ્થિતિ કથળી છે. અનેક શહેરો, નગરો અને ગામડાઓ નદીના પાણીમાં ડૂબી ગયા છે.રોમાનિયાથી પોલેન્ડ સુધીના લગભગ 1200 કિલોમીટરના અંતર સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. પૂરને કારણે ચેક રિપબ્લિક, સ્લોવાકિયા, ઓસ્ટ્રિયા અને હંગેરી પણ પરેશાન છે. પૂરના કારણે મધ્ય યુરોપના છ દેશોમાં તબાહી સર્જાઈ છે. ચેક રિપબ્લિક અને પોલેન્ડની સરહદે આવેલા વિસ્તારો વધુ પ્રભાવિત છે. અહીં સપ્તાહના અંતે, નદીઓમાં પૂર આવતાં અનેક ઐતિહાસિક નગરો બરબાદ થઈ ગયા હતા. બ્રિજ તૂટી ગયા હતા. મકાનો પડી ગયા, વૃક્ષો અને છોડ પણ ધ્વસ્ત થયા હતાં.રોમાનિયા અને પોલેન્ડમાં પૂરના કારણે સાત-સાત લોકોના મોત થઈ ચૂક્યા છે. ઓસ્ટ્રિયામાં પાંચ, ચેક રિપબ્લિકમાં ત્રણ લોકોના મોત થયા છે. એક ગુમ છે. હજારો ઘરોમાં વીજળી નથી. પોલેન્ડનું ત્રીજું સૌથી મોટું શહેર રોક્લો હાલમાં ઓડેર અને બિસ્ટ્રજિકા નદીઓના પૂરથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ શહેરનો અડધા ભાગ પૂરથી ભયભીત બન્યો છે, લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે.

પોલેન્ડમાં ઈમરજન્સી ટીમમાં રાહતકર્મી બનેલા 44 વર્ષીય આઈટી પ્રોગ્રામર માઈકલ નાકીવિઝે કહ્યું કે અહીં દરેક જણ એકબીજાને મદદ કરી રહ્યા છે. પછી તે નાનું બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ. રોક્લો પ્રાણીસંગ્રહાલયના વહીવટીતંત્રે જાહેર જનતા પાસેથી મદદ માંગી જેથી પ્રાણીઓને પાણીથી બચાવવા માટે રેતીની થેલીઓ મૂકી શકાય. શહેરના મુખ્ય ચર્ચમાં હાજર 4.50 લાખ પુસ્તકોને બચાવવા માટે લોકોએ તેને ઊંચી જગ્યાઓ અને ફ્લોર પર શિફ્ટ કરી દીધી છે.

63 વર્ષીય મેરેક કારાએ કહ્યું કે 1997 પછી પ્રથમ વખત આ વિસ્તારમાં આટલો બધો વરસાદ અને પૂર જોયુ છે. પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે આગામી કેટલાક દિવસો ખૂબ જ ગંભીર છે. દરેકને સાવચેતી રાખવા અપીલ છે. ભારે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને રાતોરાત બહાર કાઢવામાં આવ્યા છે. સોમવારે પાણીનું સ્તર ઓછું થતાં કેટલાક લોકો પોતાના ઘરની સ્થિતિ જોવા ગયા હતાં. ખાલી પડેલા ઘરમાંથી કેટલાક લૂંટારુઓએ ચોરી કરી રહ્યા છે.

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here