રસીકરણ બાદ હળવો તાવ, માથાનો કે શરીરમાં દુખાવો થાય

0
27
ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ તથા બીમારીથી પીડિતા લોકોને વેક્સિન લાગશે.
ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ તથા બીમારીથી પીડિતા લોકોને વેક્સિન લાગશે.

નવી દિલ્હીઃ દેશમાં આજથી કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ રહી છે. પહેલા તબક્કામાં માત્ર હેલ્થવર્કર્સને વેક્સિન લગાવવામાં આવશે. આ તબક્કામાં વેક્સિનેશન ફ્રી છે. હાલ વેક્સિન 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને લગાવવામાં આવશે. તે માટે કોવિન (Co-WIN) સોફ્ટવેરથી મોબાઇલ પર મેસેજ મોકલવામાં આવશે. વેક્સિન માટે રજીસ્ટ્રેશનની જરૂર નથી. ઇલેક્શન કમીશન અને અન્ય ડેટાથી સરકાર ખુદ લાભાર્થીઓની પસંદગી કરશે. પ્રથમ બે તબક્કા સ્વાસ્થ્યકર્મી અને ફ્રંટ લાઇન વર્કરની છે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ તથા બીમારીથી પીડિતા લોકોને વેક્સિન લાગશે. સરકારનું કહેવું છે કે આ બંન્ને વેક્સિનની કોઈ પણ ગંભીર સાઇડ ઇફેક્ટ સામે આવી નથી. તેનાથી હળવો તાવ, માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું કહેવુ છે કે આવા સામાન્ય લક્ષણ કોઈપણ વેક્સિન લગાવવા પર થઈ શકે છે, તેથી ડરવાની જરૂર નથી. કંપની તરફથી જારી ફેક્ટશીટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે 10 ટકા લોકોને આવી મુશ્કેલી આવી શકે છે જે સામાન્ય છે. વેક્સિન લગાવ્યા બાદ 30 મિનિટ સેન્ટર પર રહેવું પડશે.