રાજીવ હત્યા કેસ : નલિનીને ૩૦ દિવસ માટે પેરોલ મળ્યા

0
34
કોર્ટના આદેશ બાદ નલિનીને વેલ્લોરની ખાસ જેલમાંથી મુકત કરાઇ ઃ નલિની સાથે સલામતી જવાનો તૈનાત રહેશે

ચેન્નાઇ,તા. ૨૫
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલી નલિની શ્રીહરનને કોર્ટ દ્વારા ૩૦ દિવસ માટે પેરોલ મળી ગયા છે. કોર્ટ દ્વારા તેના પેરોલ મંજુર કરવામાં આવ્યા બાદ ગુરૂવારના દિવસે તેને જેલમાંથી મુÂક્ત કરવામાં આવી હતી. નલિનીને વેલ્લોરની ખાસ મહિલા જેલમાંથી ૩૦ દિવસ માટે આજે મુક્ત કરવામાં આવી હતી. નલિની શ્રીહરને તે પહેલા મદ્રાસ હાઇકોર્ટે એક અપીલ દાખલ કરીને પોતાની પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલ માટે અપીલ કરી હતી. કોર્ટ દ્વારા તેની અરજીને સ્વીકારી લેવામાં આવ્યા બાદ તેને સવારમાં જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ તેની સાથે સુરક્ષા જવાનો તો રહેનાર છે. પોલીસે નલિનીની ગતિવિધી પર નજર રાખવા માટે ૧૦ હથિયારો સાથે સુરક્ષા જવાનો મોકલી દેવાનો નિર્ણય કર્યો છે. વેલ્લોરના એસપી પ્રવેશ કુમારે માહિતી આપતા કહ્યુ છે કે અમે હાલમાં નલિનીની સુરક્ષા અને તેના પર નજર રાખવા માટે સરકારના નિર્ણયની રાહ જાઇ રહ્યા છીએ.
સામાન્ય રીતે તો અતિ સંવેદનશીલ એવા કેસોમાં અપરાધી સાથે ૧૦ સુરક્ષા જવાનો રાખવામાં આવે છે. જેમાં એક ઇન્સ્પેક્ટર અને એક સબ ઇન્સ્પેક્ટર હોય છે. અત્રે નોંધનીય છે કે ૨૧મી મે ૧૯૯૧ના દિવસે શ્રીપેરંબદુરમાં એક માનવ બોંબ ધડાકા મારફતે રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં દોષિત છેલ્લા ત્રમ દશકથી જેલમાં છે. થોડાક સમય પહેલા દોષિતોને જેલમાંથી છોડી મુકવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.