રાજ્યમાં H3N2‌ વાયરસથી પહેલું મોત, આ શહેરની પ્રોઢા નવા ચેપનો ભોગ બની

0
6

સ્વાઈન ફ્લૂથી મ્યૂટેટ થયેલા વાયરસથી દેશમાં ત્રીજું મોત

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી શરદી, તાવ અને ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે H3N2ના કેસો પણ વધી રહ્યા છે. રાજ્યમાં અચાનક આવેલા વાતાવરણમાં પરીવર્તનથી વાયરલ ઈન્ફેક્શનમાં પણ વધારો થયો છે. આજે રાજ્યમાં H3N2‌ વાયરસને કારણે પ્રથમ મોત નોંધાયુ હતું. વડોદરા શહેરમાં રહેતા પ્રોઢાને નવો ચેપ લાગતા મોત થયુ હતું. સ્વાઈન ફ્લૂથી મ્યૂટેટ થયેલા વાયરસથી દેશમાં ત્રીજું મોત થયું હતું. વડોદરામાં રહેતા 58 વર્ષીય એક મહિલાને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો દેખાયા હતા ત્યારબાદ તેની સારવાર માટે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાનું સારવાર દરમિયાન જ મોત થયુ હતું. આ મહિલા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી હતી. રાજ્યમાં એસએસજી હોસ્પિટલમાં નવા વાયરસના પ્રથમ મોતના બનાવ બનતા તંત્ર એક્શનમાં આવી ગયુ હતું. આ પહેલા બે દિવસ પૂર્વે એસએસજી હોસ્પિટલમાં ગોત્રીના યુવાનનું પણ સ્વાઈન ફ્લૂથી મોત નીપજ્યું હતું. H3N2 વાયરસના સેમ્પલો તપાસ માટે પુના અને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.