સમાજવાદી પાર્ટીથી રામપુરનાં સાંસદ આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. હવે આઝમ ખાન વિરૂદ્ધ બીન જામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઝમ ખાનના નિવાસ સ્થાને સીજેએમ કોર્ટે નોટિસ પણ ફટકારી છે.
એસીજીએમ ફર્સ્ટ રામપુરના ન્યાયાલયથી 2010માં થાના સ્વારમાં ધારા 171G હેઠળ નોંધાયેલાં મામલામાં કોર્ટે આઝમ ખાનના નામે વોરંટ ઈશ્યૂ કર્યો છે. નોટિસમાં આઝમ ખાનને 11મી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાની સૂચના આપવામાં આવી છે. આઝમ ખાન વિરૂદ્ધ પોતાના રિસોર્ટમાં વીજળી અને પાણીની ચોરીનો આરોપ છે.
જેથી આ મામલે આઝમ ખાન વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા આઝમ ખાન વિરૂદ્ધ પુસ્તક અને મૂર્તિ ચોરીનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર ખેડૂતોની જમીન પચાવી પાડવાનો પણ આરોપ છે. જેથી અત્યાર સુધીમાં કુલ 80 જેટલા કેસ આઝમ ખાન વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યા છે.લ્યો બોલો! ચંપલ પહેરીને ટુ-વ્હીલર ચલાવશો તો પણ કપાશે ચાલાન, બીજી વાર ઝડપાયા તો સીધાં જેલ ભેગા થઇ જશો