Sunday, February 2, 2025
HomeGujaratAhmedabadરૂફટોપ સોલાર એનર્જી અંગે ગુજરાતમાં દેશમાં નંબર વન

રૂફટોપ સોલાર એનર્જી અંગે ગુજરાતમાં દેશમાં નંબર વન

Date:

spot_img

Related stories

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...
spot_img

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલના જવાબમાં ખુલાસો ઃ ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે

અમદાવાદ, તા.૨૩
રૂફટોપ સોલાર પ્રોજેક્ટ સ્થાપનની બાબતે દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું છે. તા.૨૩ જુલાઈ , ૨૦૧૯ની સ્થિતિએ ગુજરાતની કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કેપેસિટી ૨૬૧.૯૭ મેગા વોટ (એમડબલ્યુ)ની હતી. ભારતમાં કુલ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન ૧,૭૦૦.૫૪ મેગાવોટ જેટલું છે. ગુજરાત પછી અનુક્રમે મહારાષ્ટ્ર ૧૯૮.૫૨ મેગા વોટ સાથે બીજા ક્રમે અને તમિલનાડુ ૧૫૧.૬૨ મેગા વોટ સાથે ત્રીજા ક્રમે આવ્યું છે. કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી આર. કે. સિંહે રાજ્યસભામાં આજે ઉપરોકત માહિતી રાજયસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આપી હતી. કેન્દ્રીય મંત્રીના જવાબ મુજબ, ભારત સરકારે ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ માટે કુલ રૂ. ૬૭૮.૦૧ કરોડ, વર્ષ ૨૦૧૭-૧૮ માટે રૂ. ૧૬૯.૭૩ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ.૪૪૬.૭૭ કરોડની નાણાંકીય સહાય-પ્રોત્સાહન પ્રદાન કર્યા છે. ભારત સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૪૦,૦૦૦ મેગાવોટના રૂફટોપ સોલાર (આરટીએસ) પ્રોજેક્ટ્‌સની સ્થાપનાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાં ઘરની છત પર આર.ટી.એસ.ની સ્થાપનાનો સમાવેશ થાય છે.
રાજયસભા સાંસદ પરિમલ નથવાણી આર.ટી.એસ.દ્વારા પેદા થતા વીજળીના જથ્થાને પ્રાપ્ત કરવા માટે ફાળવવામાં આવેલા ભંડોળ અને ઘરની છત પર સોલાર પેનલો સ્થાપિત કરીને વીજ ઉત્પાદન માટે સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લક્ષ્ય વિશે જાણવા માંગતા હતા. જેના પ્રત્યુતરમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં થયેલા ૨૬૧.૯૭ મેગા વોટના ઈન્સ્ટોલેશનમાંથી ૧૮૩.૫૧ મેગા વોટ સબસિડીયુક્ત ઇન્સ્ટોલેશન્સ છે અને ૭૮.૪૫ મેગા વોટ સબસિડી રહિત ઇન્સ્ટોલેશન્સ છે. મંત્રીએ જવાબમાં સ્પષ્ટ કર્યું હતુ કે, ઘરની છત પર સ્થાપિત સોલાર પેનલ દ્વારા પેદા થતી ઉર્જાના જથ્થાના મૂલ્યાંકન માટે કોઈ ઔપચારિક અભ્યાસ કરવામાં આવ્યો નથી.

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here