Monday, October 12, 2026
HomeGujaratAhmedabadરેપ અને હત્યાના પ્રકરણમાં આરોપીને ૩૦ વર્ષની સજા

રેપ અને હત્યાના પ્રકરણમાં આરોપીને ૩૦ વર્ષની સજા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

હાઇકોર્ટે આરોપીને નીચલી કોર્ટે ફટકારેલી ફાંસીની સજા ઘટાડી ઃ માફ નહીં થાય તે પ્રકારે ૩૦ વર્ષની સજા ફટકારી

અમદાવાદ, તા.૨૧
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સઇ ગામે જૂન-૨૦૧૨માં છ વર્ષના આશરાની એક ગરીબ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક અતિમહત્વપૂર્ણ ચુકાદામાં આરોપી દેવા ધના કોળીને ૩૦ વર્ષની કેદની આકરી સજા ફટકારી છે. જા કે, હાઇકોર્ટે આરોપીને નીચલી કોર્ટે ફટકારેલી ફાંસીની સજા ઘટાડી હતી અને તેને મૃત્યુદંડને બદલે ૩૦ વર્ષની આકરી સજા પણ તેના સારા ચાલચલન કે વર્તણૂંકના કિસ્સામાં પણ માફ ના થાય તે પ્રકારે ભોગવવાનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. કચ્છ-અંજાર સેશન્સ કોર્ટે આરોપીને ફટકારેલી ફાંસીની સજાના કન્ફર્મેશન કેસ અને આરોપી તરફથી સજાને પડકારતી કરાયેલી અપીલ એમ બંનેની સુનાવણી બાદ જÂસ્ટસ હર્ષાબહેન દેવાણી અને જÂસ્ટસ વી.બી.માયાણીની ખંડપીઠે આ ચુકાદો જાહેર કર્યો હતો. સમગ્ર કચ્છ પંથક સહિત રાજયભરમાં ખળભળાટ જગાવના એવા આ કેસમાં પ્રોસીકયુશન સાથે ફરિયાદ પક્ષ તરફથી મહત્વની દલીલો કરતાં એડવોકેટ મેહુલ મહેતાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સઇ ગામ ખાતે પાદર પાસે ભોગ બનનાર છ વર્ષના આશરાની બાળકી તેની બહેનપણીઓ સાથે રમી રહી હતી ત્યારે આરોપી દેવા ધના કોળી ત્યાં આવ્યો હતો અને બીજી બધી બાળકીઓને ધમકાવી ત્યાંથી કાઢી મૂકી હતી અને તે પીડિત બાળકીને ત્યાંથી નજીકની સીમમાં લઇ ગયો હતો. જયાં તેણે માસૂમ બાળકી પર બેરહમીથી દુષ્કર્મ ગુજારી બાદમાં તેની હત્યા કરી દીધી હતી. આ વાતની જાણ પીડિત બાળકીના દાદાને થતાં તેઓ ગામના માણસોને લઇ ચીથરીયા વાડીની સીમમાં જઇ જાતાં બાળકી લોહીલુહાણ હાલતમાં પડેલી હતી અને તેના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ થયેલી હતી. જેથી તેમણે આ સમગ્ર મામલે રાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી તરફથી એડવોકેટ મેહુલ મહેતાએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, આરોપી ખૂબ જ ગંભીર પ્રકારના અને સમાજમાં ફિટકારની લાગણી જન્માવતાં અત્યંત ઘૃણાસ્પદ દુષ્કર્મ અને નિર્દોષ માસૂમ બાળકીની હત્યાના કેસમાં સંડોવાયેલો છે. આ એક રેરેસ્ટ ઓફ ધ રેર કેસની વ્યાખ્યામાં આવતો કેસ હોઇ હાઇકોર્ટે આરોપીને આકરામાં આકરી સજા ફટકારવી જાઇએ. વળી, આરોપીનો ભૂતકાળ પણ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. તે ચેઇન સ્નેચીંગ, ચોરી, ખૂનની કોશિશ સહિતના અન્ય ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે અને તે ગુનાહીત માનસિકતા ધરાવે છે ત્યારે આવા રીઢા ગુનેગારોના આ અતિગંભીર ગુનાને કોર્ટે હળવાશથી લેવો જાઇએ નહી. નીચલી કોર્ટે આરોપીને ફટકારેલી ફાંસીની સજા બિલકુલ યોગ્ય અને કાયમ રહેવાને પાત્ર ઠરે છે. હાઇકોર્ટે તમામ પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ આરોપી દેવા ધના કોળીની ફાંસીની સજા ઘટાડી હતી પરંતુ તેને ૩૦ વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી. હાઇકોર્ટે એવી પણ સ્પષ્ટ તાકીદ કરી હતી કે, આરોપીને ૩૦ વર્ષની આકરી કેદની સજામાં તે સારી ચાલચલન કે વર્તણૂંક દાખવે તોય માફી નહી મળી શકે. હાઇકોર્ટે આવી કડક અને સ્પષ્ટ તાકીદ સાથે આરોપી દેવા ધના કોળીને ૩૦ વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here