રેલવેની 500 કરોડની 2.73 લાખ ચોમી જમીન પર દબાણો

0
7

ચર્ચગેટ અને વિરાર વચ્ચે રેલવેની માલિકીની ૨.૭૩ લાખ ચોરસ મીટરથી વધુની જમીન પર અતિક્રમણ થયેલું છે. મુંબઈમાં સહુથી વધુ જમીન ધરાવનાર પાલિકા બાદ બીજો નંબર રેલવેનો આવે છે. હાલમાં રેલવે અતિક્રમણની મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. પશ્ચિમ રેલવે પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર અતિક્રમણના ૧૦ હજારથી વધુ કેસ છે.

સૂત્રોનું કહેવું છે કે  અતિક્રમણ કરાયેલી જમીનની કિંમત રૂ. ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.  મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ (એમયુટીપી) હેઠળના રૂ. ૧૯,૪૯૫ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ અતિક્રમણને કારણે અવરોધાયા છે.  પશ્ચિમ રેલવેના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે    અતિક્રમણ કરનારાઓને વળતર અને પુનઃવસનની નીતિનો અભાવ હોવાથી  અતિક્રમણને દૂર કરવાની તેમની વિવિધ પહેલ અટકી પડે છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ અતિક્રમણોના પરિણામેઅટકેલા કેટલાક મુખ્ય પ્રોજેક્ટ્સમાં મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું નિર્માણ સામેલ છે, જેની રકમ રૂ. ૯૧૮ કરોડ છે (જેમાંથી પ્રથમ તબક્કો પ્રગતિ હેઠળ છે),બોરીવલી અને વિરાર વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇન, ગોરેગાંવથી બોરીવલી સુધી હાર્બર લાઇનનું વિસ્તરણતપશ્ચિમ રેલવેમાં ૧૬ સ્ટેબલિંગ લાઈન,સાત સ્ટેશનના સુધારણા કાર્યનો સમાવેશ થાય છે.

જોકે અધિકારી સંમત થયા હતા કે પશ્વિમ રેલવેમાં ટ્રાફિક અને ભારને હળવો કરવા માટે  છેલ્લા ૨૦ વર્ષોથી ઘણા પ્રોજેક્ટ અટકેલા છે. અમુક પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે અને કેટલાક પહેલેથી જ બાંધકામના તબક્કામાં છે પરંતુ આ અતિક્રમણ દૂર કરવા એ એક મોટો પડકાર છે.