Sunday, October 11, 2026
HomeBreaking Newsરોકીની NEET પેપર લીક કેસમાં બિહારથી ધરપકડ: CBIને 10 દિવસના રિમાન્ડ મળ્યા

રોકીની NEET પેપર લીક કેસમાં બિહારથી ધરપકડ: CBIને 10 દિવસના રિમાન્ડ મળ્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

CBIએ ગુરુવારે રોકી ઉર્ફે રાકેશની NEET પેપર લીક કેસમાં ધરપકડ કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સવારે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે રોકીના 10 દિવસના રિમાન્ડ CBIને આપ્યા છે. તેની ધરપકડ ક્યાં અને ક્યારે થઈ તે અંગે તપાસ એજન્સીએ હજુ સુધી માહિતી આપી નથી. NEET પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, NEETનું પેપર લીક થયા પછી રોકીએ જ સોલ્વ કરીને આરોપી ચિન્ટુના મોબાઈલ ફોન પર મોકલ્યો.

રોકી ફરાર થઈ ગયો હતો પેપર લીક થયા બાદ: પેપર લીકનો મામલો સામે આવ્યો ત્યારથી રોકી ફરાર હતો. તેની શોધમાં પહેલા પટના પોલીસ, પછી આર્થિક અપરાધ એકમ અને બાદમાં કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ તેમની ટીમ સર્ચમાં લાગી ગઈ હતી. રોકી નાલંદા જિલ્લાના હિલસાના ગજેન્દ્રબિઘા ગામનો રહેવાસી છે. તેનું સાચું નામ રાકેશ છે. છેલ્લા કેટલાક સમયથી તે ઝારખંડની રાજધાની રાંચીમાં રહે છે અને રેસ્ટોરન્ટ ચલાવે છે.

માસ્ટરમાઇન્ડ સંજીવ મુખિયાનો ખાસ છે રોકી: સંજીવ મુખિયા બિહારમાં પેપર લીકનો મુખ્ય સૂત્રધાર છે. તે નાલંદા જિલ્લાના નગરનૌસાનો રહેવાસી છે અને મામલો સામે આવ્યા બાદથી ફરાર છે. એવું માનવામાં આવે છે કે ધરપકડ કરાયેલ રોકી ફરાર સંજીવ મુખિયાની ખૂબ નજીક છે. તેની ધરપકડ સાથે જ તપાસ એજન્સીને ફરાર સંજીવ મુખિયા અંગે નક્કર સુરાગ મળવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. જો કે મુખ્ય સૂત્રધારને પકડવા માટે સતત દરોડા ચાલુ છે. મંગળવારે પણ સીબીઆઈની ટીમે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. જેમાં ગયાનો રણજીત કુમાર અને નાલંદાનો સની કુમાર સામેલ છે.

બંનેને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાંથી બંનેને 6 દિવસના રિમાન્ડ પર પૂછપરછ માટે CBIને સોંપવામાં આવ્યા હતા. સીબીઆઈએ 4 આરોપીની પૂછપરછ કરી
હાલમાં જ સીબીઆઈની ટીમે ચાર મુખ્ય આરોપી ચિન્ટૂ, મુકેશ, મનીષ અને આશુતોષને 7 દિવસના રિમાન્ડ પર પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે NEETનું પેપર લીક થયા બાદ રોકીએ જ તેનું સોલ્યુશન મેળવીને ચિન્ટુના મોબાઈલ પર મોકલ્યું હતું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here