Tuesday, March 10, 2026
HomeEntertainmentBollywoodલારા દત્તા બદલાઇ ગઇ?

લારા દત્તા બદલાઇ ગઇ?

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

આજકાલ સોશિયલ મીડિયા પર મહિલાઓ મેકઅપ વગરના ફોટા બિન્દાસ મૂકી રહી છે, જેમાં અભિનેત્રીઓ પણ શામિલ છે. જેવા છીએ એવા દેખાઈએ છીએ અને એવા જ સ્વીકારો એવી નારીજગતની પ્રબળ ઇચ્છા મેક-અપ વગરના ફોટો શેર કરવા પાછળ વ્યક્ત થઈ રહી છે.મેક-અપ વગર લારાનો ચહેરો એકદમ જુદો લાગે છે.એક સમય હતો કે અભિનેત્રી મેક-અપ વગરના ચહેરા સંતાડતી, હાલ મેક-અપ વગરના ફોટા શેર કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. એટલું જ નહીં, ઘણી દમદાર અભિનેત્રીઓ રૂપેરી પડદા પર પણ મેક-અપ વગર આવવાની હિંમત બતાડી રહી છે. મેક-અપ વગરની સુંદરતા પણ સ્વીકાર્ય બની રહી છે.મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી લારા દત્તાએ પણ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનીમેક-અપ વગરની તસવીર શેર કરી હતી, જેમાં તેણે ‘સવારના ચહેરાઓ, ડર વગર જીવો’ કેપ્શન પણ મૂકી હતી. લારા દત્તાએ તેના પેટ ડોગ કિકીની તસવીર પણ ઇન્સ્ટા પર શેર કરી હતી.છેલ્લા થોડા સમયમાં સોનમ કપૂર, કાજલ અગ્રવાલ, કરીના કપૂર ખાન જેવી અભિનેત્રીઓએ પણ મેક-અપ વગરની તેમની તસવીરો શેર કરી હતી. ૧૬ વર્ષ પહેલાં ‘અંદાજ’ ફિલ્મથી પદાર્પણ કરનાર લારા દત્તાને બેસ્ટ ડેબ્યુ ફિમેલનો ફિલ્મફેર એવૉર્ડ મળી ચૂક્યો છે. લારાએ અંદાજ, મુંબઈ સે આયા મેરા દોસ્ત, ખાકી, મસ્તી, નો-એન્ટ્રી, બર્દાશ્ત જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ૨૦૧૧માં લારા વિશ્ર્વપ્રસિદ્ધ ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્નગ્રંથિથી જોડાઇ હતી. લારા દત્તાની પુત્રીનું નામ સાયરા છે. લગ્ન બાદ પણ લારાએ ડોન-૨, સિંઘ ઇઝ કિંગ, ફિતુર, અજહર, વેલકમ ટુ ન્યૂ યૉર્ક ફિલ્મમાં અભિનય આપ્યો છે. લારા સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેના પ્રશંસકો સાથે તે તસવીરો શેર કરતી રહે છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here