Monday, September 14, 2026
HomeGujaratવડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઠેર-ઠેર ઘર્ષણ

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઠેર-ઠેર ઘર્ષણ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી ગેરકાયદે દબાણ હટાવ ઝુંબેશ આજે 22માં દિવસે પણ સતત ચાલુ રહી હતી. શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધી રોડ રસ્તાની બંને બાજુના વોર્ડ નં.1-2 વિસ્તારમાંથી લારી ગલ્લાના હંગામી દબાણો, રોડ રસ્તા પર બનાવવામાં આવેલા કાચા પાકા શેડ, પાકા ઓટલા સહિતના હંગામી દબાણો પર દબાણ શાખાની ટીમ અને પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગેરકાયદે દબાણોની શરૂ કરાયેલી ઝુંબેશ સતત ચાલુ રહે તેવી લોકમાંગ છે.ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ ઉત્તર વિભાગમાં શાસ્ત્રી બ્રિજથી દબાણ શાખાની ટીમે આજે નિયત સમયે દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી ત્યારે બ્રિજ પાસે જ ઉભી રહેતી અનેક ખાણીપીણીની લારીઓ સહિત ખાનગી ટ્રાવેલ્સવાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ સહિત અનેક બંધ પડેલા વાહનો, બ્રિજ નીચે પડેલી અનેક ચીજ વસ્તુઓ સહિત ગાદલા-ગોદડાનો કેટલો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે ખાણી પીણીની લારીઓવાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ કબજે લેવાની કાર્યવાહી કરી ત્યારે નાસ્તા પાણી કરતા લોકોમાં ભાગદોડ મચી હતી. ઉપરાંત ખાણીપીણીની લારીઓ ખસેડીને લોકો ભાગ્યા હતા. આવી જ રીતે છાણી સર્કલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના દબાણો હટાવવાની કામગીરી દબાણ શાખા શરૂ કરી ત્યારે ઠેક ઠેકાણે દબાણ કરનારાઓ અને પાલિકા ટીમ વચ્ચે બોલાચાલી અને રકઝક થઈ હતી. પરંતુ બંદોબસ્તમાં રહેલા છાણી પોલીસે મામલો તુરત સંભાળીને કામગીરીમાં થતી દખલ રોકી હતી.રસ્તા પર છાપરાવાળી કેટલીય બંધ લારીઓ સહિત ચા-પાણીની લારીઓ કાચા પાકા 15થી વધુ શેડ અને હતું. ઠેકાણે દુકાનદારોએ બહાર બનાવેલા કાચા પાકા ઓટલા પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્રની આ કામગીરી જોવા ખેલ ખેલ એકત્ર થયેલા લોક ટોળાથી ટ્રાફિકને ભારે અસર થઈ હતી અને વારંવાર ટ્રાફિકજામ થતા પોલીસને વાહનો માટે રસ્તો ક્લિયર કરવામાં જહેમત ઉઠાવવી પડી હતી. રોડ રસ્તાની બદલે તરફના લારી ગલ્લાના હંગામી દબાણો સહિત કેટલીક જગ્યાએ વાહન રીપેરીંગ માટેના ગલ્લા તથા અન્ય મળીને પાલિકાની દબાણ શાખાની ટીમે પાંચ ટ્રક અને બે ટ્રેક્ટર જેટલો માલ સામાન કબજે કર્યો હતો પરંતુ ઠેક ઠેકાણે એકત્ર થતા લોક ટોળામાં એવી ચર્ચા જાગી હતી કે પાલિકા દ્વારા દબાણ શાખાની ટીમના સહારે રાત્રિ દરમિયાન પણ દબાણ હટાવવાની કામગીરી જો કરવામાં આવે તો મોટાભાગની દબાણ હટાવવાની કામગીરી પાલિકા તંત્રને દિવસે કરવી નહીં પડે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here