વાલ્મિકી સમાજની લાગણી દુભાવવા બદલ ‘તારક મહેતા..’ની બબીતા ઉર્ફે મુનમુન દત્તા સામે ગુનો નોંધાયો

0
87
ખોખરા વિસ્તારમાં આવેલી સહદેવ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
ખોખરા વિસ્તારમાં આવેલી સહદેવ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો.

તારક મહેતા સિરિયલ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને લઈ દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. ખોખરા પોલીસે અરજીની તપાસ બાદ મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ખોખરા વિસ્તારમાં આવેલી સહદેવ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કરી અને દેશ તેમજ ગુજરાતના વાલ્મિકી સમાજની લાગણી દુભાવી હતી. સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયાં જાહેર કર્યો છે. મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોખરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.આ પહેલા સુરતમાં મુનમુન દત્તા સામે સ્વાભિમાન સંસ્થા દ્વારા થોડા દિવસ પહેલા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.વાલ્મિકી સમાજનુ અપમાન કર્યુ હોવાની લાગણી સાથે વિરોધ કરાઈ રહ્યો છે. અભિનેત્રી સામે તાત્કાલિક અસરથી એફઆઈઆર નોંધાઈ તેવી માંગ કરવામાં આવી હતી. સ્વાભિમાન સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ ચીમકી આપી હતી કે, તે મુજબ મુન મુન દત્તા સામે કાયદેસરની કાર્યવાહી ઝડપથી ન કરાતાં અનશન શરૂ કરવામાં આવ્યાં છે.