અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ

0
93

ગુજરાતમાં કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ છે. કેમ કે કોંગ્રેસના ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા પરંતુ બંને હાર્યા.
બંનેના ભાજપ પ્રવેશનો વિરોધ થયો હતો
કોંગ્રેસમાંથી પેરાશૂટ બનીને આવેલા ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં સમાવવા સામે ભાજપના સ્થાનિક આગેવાનોથી માંડીને અનેક ધારાસભ્યોએ પક્ષમાં આંતરિક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં પક્ષની નેતાગીરીએ આ તમામ વિરોધને અવગણીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં પ્રવેશ આપી દીધો હતો.
સમાજે પણ બંનેને ઘર ભેગા કર્યા
બીજી બાજુ ઠાકોર નેતા તરીકેની છાપ ધરાવનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંનેએ પોતાના ઠાકોર સમાજ સાથે પણ ગદ્દારી કરી હોવાનો એક સૂર ઉભો થયો હતો. તે સુર મતદાન દરમિયાન દેખાયો અને તેનું પરિણામ આજે જોવા મળ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પોતાના સમાજે જ ઘર ભેગા કરી દીધા
છે.
અલ્પેશને રાજકારણ પ્રવેશ નિવેદન નડ્યા
રાધનપુર વિધાનસભાની બેઠક ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે ઘણી મહત્વની રહી છે, ત્યારે આ રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણી લડ્યા હતા પરંતુ અલ્પેશ ઠાકોરે રાજકારણમાં પ્રવેશતા પહેલા દારૂબંધી અને પરપ્રાંતિયો અંગે કરેલા નિવેદનની અસરો આ ચૂંટણીના પરિણામમાં જોવા મળી છે.
મતદાર દ્રોહ
જે અલ્પેશ ઠાકોર ભાજપ સરકાર સામે ચૂંટણી લડ્યા જેને લઇને ઠાકોર સમાજમાં પણ ભારે વિરોધ થયો હતો, તો ધવલસિંહ ઝાલા કે જેઓ પણ અગાઉ કોંગ્રેસની ટિકિટ પર બાયડમાંથી ધારાસભ્ય બન્યા હતા તે જ બાયડ બેઠક પર ફરીથી ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડવા તૈયાર થયા હતા. તેથી જનતાએ તેમને મતદારોનો દ્રોહ કર્યો હોવાની સાથે ધવલ સામે ભાજપમાં પ્રવેશ માટે પૈસા લીધા હોવાની વીડિયો ક્લિપો અને ઓડિયો ક્લિપ ફરતી થઇ હતી, જેની પણ મતદારોએ ગંભીર નોંધ લીધી હોવાનું મનાય છે.