Monday, October 12, 2026
HomeBusinessવિદેશ પ્રવાસે ક્રેડિટ કાર્ડનો કરો છો ઉપયોગ? તો આ તમારા માટે કામના...

વિદેશ પ્રવાસે ક્રેડિટ કાર્ડનો કરો છો ઉપયોગ? તો આ તમારા માટે કામના સમાચાર છે, સરકારે બદલ્યાં નિયમ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વિદેશમાં ક્રેડિટ કાર્ડથી જે પણ પેમેન્ટ કરશો તેના પર તમારે 20% ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે TCS ચૂકવવો પડશે

જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તે LRSના દાયરામાં આવશે

જો તમે અવાર-નવાર વિદેશ પ્રવાસે જતા હોવ છો અને ત્યાં ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ (ક્રેડિટ કાર્ડ પર 20% TCS) નો ઉપયોગ કરો છો; તો હવે આવું કરવું તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. સરકારે તેને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડથી જે પણ પેમેન્ટ કરશો તેના પર તમારે 20% ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે TCS ચૂકવવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સલાહ બાદ સરકારે FEMAના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે.

FEMAના નિયમો બદલાયા 

ખરેખર તો કેન્દ્ર સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોમાં સુધારો કર્યો છે. એક સૂચનામાં સરકારે કહ્યું કે ભારતની બહાર ક્રેડિટ કાર્ડ્સમાંથી ખર્ચવામાં આવેલી રકમ લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) માં લાવવામાં આવી રહી છે. બજેટ 2023 માં સરકારે વિદેશી ટૂર પેકેજો અને એલઆરએસના TCS દર હાલના 5% થી વધારીને 20% કર્યા હતા. શિક્ષણ અને તબીબી ખર્ચ સિવાય નવા દર 1 જુલાઈ, 2023 થી લાગુ થશે. જોકે તમે તમારા ટેક્સ રિટર્નમાં TCS ક્લેમ કરી શકો છો.

અત્યાર સુધી કેટલી રકમ મોકલવાની મંજૂરી છે?

વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને ભારતમાં પૈસા મોકલવા માટે પણ એક અલગ કાયદો છે. તેને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ અથવા લિબરલાઈઝ્ડ મની રેમિટન્સ સ્કીમ કહેવામાં આવે છે. આ સ્કીમ હેઠળ આરબીઆઈની પરવાનગી વિના 2.5 લાખ ડોલરની રકમ મોકલી શકાય છે. તેનાથી વધારાની રકમ માટે પરવાનગી મેળવવાની  રહેશે. અગાઉ FEMA ના નિયમ 7 હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ્સ આમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. પરંતુ આ નિયમ 7 હવે હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે, હવે જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તે LRSના દાયરામાં આવશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here