Thursday, August 13, 2026
HomeIndiaસનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

Date:

Related stories

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર માટે રૂ. 342થી રૂ. 360નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.
• ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં 34.20 ગણી અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં 36.00 ગણી છે.
• બિડ/ઓફર મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે અને ગુરુવાર, 20 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, 17 ઓગસ્ટ, 2026 છે.
• બિડ્સ ઓછામાં ઓછા 41 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 41 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
• 10 ઓગસ્ટ, 2026ના રોજના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની લિંક: RHP
• પ્રાઇસ બેન્ડની જાહેરાતની લિંક: ઓફર ડોક્યુમેન્ટ્સ – Offer Documents – GYRCAPITALADVISORS

11 ઓગસ્ટ, 2026: સનશાઇન પિક્ચર્સ લિમિટેડ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા પોતાના ઇક્વિટી શેરનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ ખોલવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગની તારીખ સોમવાર, 17 ઓગસ્ટ, 2026 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 20 ઓગસ્ટ, 2026 છે.

ઓફરનો પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 342થી રૂ. 360 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 41 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 41 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

આ ઓફરમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 48,00,034 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેનું કુલ મૂલ્ય વધુમાં વધુ રૂ. 172.80 કરોડ છે. આ ઉપરાંત, વધુમાં વધુ 30,37,157 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર પણ સામેલ છે, જેનું કુલ મૂલ્ય વધુમાં વધુ રૂ. 109.33 કરોડ છે. આ પૈકી વિપુલ અમૃતલાલ શાહ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 20,31,388 ઇક્વિટી શેર, એટલે કે રૂ. 73.13 કરોડ સુધીના શેર ઓફર કરી રહ્યા છે, જ્યારે શેફાલી વિપુલ શાહ દરેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 10,05,769 ઇક્વિટી શેર, એટલે કે રૂ. 36.21 કરોડ સુધીના શેર ઓફર કરી રહ્યા છે.

ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી રૂ. 112.5 કરોડ સુધીની રકમનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે, જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

સનશાઇન પિક્ચર્સ એક પ્રોડક્શન હાઉસ છે, જે ફિલ્મો, ટીવી સિરિયલ અને વેબ સિરીઝની કલ્પના, સર્જન, વિકાસ, નિર્માણ, માર્કેટિંગ અને વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. કંપનીએ પોતાની પ્રથમ ફિલ્મ ‘ફોર્સ’ના નિર્માણ સાથે શરૂઆત કરી હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્યારથી કંપનીએ ‘કમાન્ડો: અ વન-મેન આર્મી’, ‘હોલિડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી’, ‘ફોર્સ 2’, ‘કમાન્ડો 2: ધ બ્લેક મની ટ્રેઇલ’, ‘ધ કેરાલા સ્ટોરી’ જેવી જાણીતી, વ્યાવસાયિક રીતે સફળ અને સામાજિક રીતે પ્રસ્તુત ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કર્યું છે. ‘ધ કેરાલા સ્ટોરી’ 2023માં રોકાણ સામે સૌથી વધુ વળતર આપનારી બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી, જે કંપનીની વ્યાવસાયિક આકર્ષણ અને વિવેચકોની પ્રશંસા વચ્ચે સંતુલન જાળવવાની ક્ષમતા દર્શાવે છે (સ્રોત: ડીએન્ડબી રિપોર્ટ). રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખ સુધીમાં સનશાઇન પિક્ચર્સે (1) કુલ 13 કોમર્શિયલ ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જેમાંથી 7 પ્રતિષ્ઠિત સ્ટુડિયો સાથે સહ-નિર્મિત અને 6 ફિલ્મોનું સ્વતંત્ર રીતે નિર્માણ કરવામાં આવ્યું છે (2) 2 વેબ સિરીઝ, (3) 3 ટીવી સિરિયલ અને (4) 1 શોર્ટ કોમર્શિયલ ફિલ્મનું નિર્માણ કર્યું છે.

કંપનીએ તાજેતરમાં સનશાઇન મ્યુઝિક અને સનશાઇન ડિજિટલ (ઓરિજિનલ્સ) નામના બે નવા વર્ટિકલ શરૂ કર્યા છે. હાલમાં કંપનીની યુટ્યુબ ચેનલ પર 36 ઓરિજિનલ મ્યુઝિક વીડિયો અને તેની પ્રથમ ડિજિટલ વેબ સિરીઝ ‘બાવરા મન’ તેમજ ‘અનકહીં’ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સનશાઇન પિક્ચર્સ આગામી સમયમાં નિર્માણ માટે 6 ફિલ્મો અને 2 વેબ સિરીઝની પણ યોજના ધરાવે છે.

સનશાઇન પિક્ચર્સ તેની સમકક્ષ કંપનીઓની સરખામણીએ નોંધપાત્ર રીતે મજબૂત નફાકારકતા ધરાવતી કંપની તરીકે ઊભરી આવે છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન સનશાઇન પિક્ચર્સે રૂ. 74.43 કરોડની સ્ટેન્ડઅલોન આવક સામે રૂ. 58.54 કરોડની એબિટા અને રૂ. 40.02 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આ મુજબ કંપનીનું એબિટા માર્જિન 78.65 ટકા અને ચોખ્ખા નફાનું માર્જિન 53.77 ટકા રહ્યું હતું.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફર માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે.

આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) તથા સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચવામાં આવતા જોગવાઈઓ અનુસાર કરવામાં આવી રહી છે. આ ઓફર કંપનીની ઓફર બાદની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના ઓછામાં ઓછા 25 ટકા જેટલી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 6(1) અનુસાર બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહી છે. સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 32(1) મુજબ ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે.

વધુમાં, ક્યુઆઈબી પોર્શનમાંથી 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇસ અથવા તેનાથી વધુ કિંમતે માન્ય બિડ પ્રાપ્ત થાય. ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇસ અથવા તેનાથી વધુ કિંમતે માન્ય બિડ પ્રાપ્ત થાય. જોકે, જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકાથી ઓછી રહે, તો મ્યુચ્યુઅલ ફંડ હિસ્સા હેઠળ ફાળવણી માટે ઉપલબ્ધ બાકી રહેલા ઇક્વિટી શેરને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરી દેવામાં આવશે.

વધુમાં, ઓફરના ઓછામાં ઓછા 15 ટકા હિસ્સાની ફાળવણી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (“NIBs”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે. તેમાંથી (એ) એક તૃતીયાંશ હિસ્સો રૂ. 2.00 લાખથી વધુ અને રૂ. 10.00 લાખ સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે અને (બી) બે તૃતીયાંશ હિસ્સો રૂ. 10.00 લાખથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે, એ શરતે કે આ બંને સબ-કેટેગરીમાંથી કોઈ એકમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો એનઆઈબીની બીજી સબ-કેટેગરીના અરજદારોને ફાળવી શકાશે. આ ઉપરાંત, ઓફરના ઓછામાં ઓછા 35 ટકા હિસ્સાની ફાળવણી રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને સેબી આઈસીડીઆર નિયમો અનુસાર કરવામાં આવશે, એ શરતે કે ઓફર પ્રાઇસ અથવા તેનાથી વધુ કિંમતે માન્ય બિડ પ્રાપ્ત થાય.

તમામ સંભવિત બિડર્સ માટે ઓફરમાં ભાગ લેતી વખતે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયાનો ફરજિયાત ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે તેમણે પોતાના સંબંધિત ASBA ખાતાની વિગતો આપવાની રહેશે (અહીં જણાવ્યા મુજબ) અને યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરતા યુપીઆઈ બિડર્સે તેમની યુપીઆઈ આઈડી પણ આપવાનું રહેશે. આ પ્રક્રિયા હેઠળ સંબંધિત બિડની રકમ Self Certified Syndicate Banks (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેન્ક્સ દ્વારા, જે લાગુ પડે તે મુજબ, સંબંધિત બિડની રકમ જેટલી રકમ સુધી બ્લોક કરવામાં આવશે.
જીવાયઆર કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here