Sunday, October 4, 2026
HomeSportsCricket18 વર્ષના ઇંતેજાર પછી ઇંગ્લૅન્ડમાં ઍશિઝ સિરીઝ જીતવા આતુર ઑસ્ટ્રેલિયા

18 વર્ષના ઇંતેજાર પછી ઇંગ્લૅન્ડમાં ઍશિઝ સિરીઝ જીતવા આતુર ઑસ્ટ્રેલિયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

૨૦૦૧ પછી પહેલી વખત પ્રતિષ્ઠિત ઍશિઝ સિરીઝ ઇંગ્લૅન્ડમાં જીતવા થનગનતું ઑસ્ટ્રેલિયા આજથી પાંચમી અને છેલ્લી ટેસ્ટની શરૂઆત કરશે. વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને પ્રવાસી ટીમે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ૧૮૫ રનથી પછાડીને સિરીઝમાં ૨-૧ની લીડ લીધી હતી. યજમાન ટીમે સિરીઝ લેવલ કરવા ૧૩૪.૨૦ની અફલાતૂન ઍવરેજથી ૬૭૧ રન બનાવનાર સ્ટીવન સ્મિથને બન્ને ઇનિંગ્સમાં વહેલો આઉટ કરવો પડશે. ઑસ્ટ્રલિયાની ૧૨-મેમ્બરોની ટીમમાં મિચલ માર્શને અને ઇંગ્લૅન્ડની પ્લેઇંગ ઇલેવનમાં સૅમ કરૅનને સામેલ કરવામાં આવ્યો છે.

એક ટેસ્ટ-સિરીઝમાં હાઇએસ્ટ રન બનાવવાનો સર ડૉન બ્રૅડમૅનનો વર્લ્ડ રેકૉર્ડ તોડવા સ્ટીવન સ્મિથને ૩૦૪ રનની જરૂર છે. બ્રૅડમૅને ૧૯૩૦ની ‘બૉડી-લાઇન’ સિરીઝમાં ૯૭૪ રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડ અને પૅટ કમિન્સે મળીને ૪૨ વિકેટ લીધી છે. ઑસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લૅન્ગરે કહ્યું હતું કે ‘સ્મિથની શાનદાર બૅટિંગ સાથે અમારા બોલરોએ ગજબની બોલિંગ કરી હતી. અમારા બીજા બૅટ્સમેનોએ પણ સ્મિથની જેમ બૅટિંગ કરવી જોઈએ. જોકે અમારી ટીમ અનુભવમાં પાછળ છે.’

ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે આ સિરીઝમાં વધારે રન નથી બનાવ્યા છતાં કોચ ટ્રેવર બેલિસને આશા છે કે તે ફોર્મમાં પાછો આવશે. ૪ ટેસ્ટમાં બે હાર છતાં યજમાન ટીમે પાંચમી ટેસ્ટમાં ૧૩ મેમ્બરની ટીમમાં કોઈ ચેન્જિસ નથી કર્યા. સિરીઝમાં ૩૫૪ રન બનાવનાર બેન સ્ટોક્સે ચોથી ટેસ્ટની સેકન્ડ ઇનિંગ્સમાં જમણા ખભામાં ઈજાને કારણે બોલિંગ નહોતી કરી. જો તે બોલિંગ કરવા સક્ષમ ન હશે તો તેને સ્પેશ્યલિસ્ટ બૅટ્સમૅન તરીકે રમાડવામાં આવશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here