Saturday, December 28, 2024
HomeGujaratAhmedabadસીમેન્ટ-સ્ટીલના ભાવવધારાના વિરોધમાં કોન્ટ્રાક્ટર્સ એસો. સહિતના એસો. ની જડબેસલાક હડતાળ

સીમેન્ટ-સ્ટીલના ભાવવધારાના વિરોધમાં કોન્ટ્રાક્ટર્સ એસો. સહિતના એસો. ની જડબેસલાક હડતાળ

Date:

spot_img

Related stories

પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ, અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયા : શિવ...

ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે....

સંસદમાં ધક્કામુક્કી: પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે...

સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે...

કેફિન ટેક્નોલોજીસે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાણ કર્યું

એસેટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજી અને ફંડ એડમિનિસ્ટ્રેશન સોલ્યુશન્સમાં અગ્રણી...

વડોદરામાં વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ : યુવા વકીલોમાં...

વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં...

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે...

રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે....

એસીસી સલાઇ બાનવા ખાતે અદાણી ફાઉન્ડેશને વારાણસીની 50 મહિલાઓને...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી...
spot_img

 અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કોન્ટ્રાકટરો, બિલ્ડરોના ઉગ્ર દેખાવો યોજાયા

ગુજરાતમાં આશરે ૨૨ હજારથી વધુ કન્સ્ટ્રકશન સાઇટ સહિતની સાઇટ્સ પર કામકાજ ઠપ્પ તાં આશરે ૨૦ લાખથી વધુ મજૂરોકામદારો, શ્રમિકોની રોજગારીને ગંભીર અસર પહોંચી

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસો, બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ક્રેડાઇ ગુજરાત(કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસો. ઓફ ઇન્ડિયા), ક્રેડાઇ અમદાવાદ ગાહેડ(ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ હાઉસીંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ) અને એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ(ઇન્ડિયા)-અમદાવાદ સેન્ટર, ગુજરાત(એસીસીઇ) દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ

અમદાવા, તા.

        સીમેન્ટ, સ્ટીલના ઉત્પાદકો દ્વારા થઇ રહેલા કાર્ટેલાઇઝેશનના કારણે સીમેન્ટ અને સ્ટીલના ભાવોમાં ઝીંકાયેલા અસહ્ય અને બિનવ્યવહારૂ ભાવવધારાના વિરોધમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન સહિતના પાંચ મોટા એસોસીએશન દ્વારા જે તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ બહુ જડબેસલાક, સજ્જડ અને જોરદાર રીતે સફળ રહી હતી. કોન્ટ્રાકટર્સ એસોસીએશન સહિતના મુખ્ય પાંચ એસોસીએશનની આજની રાષ્ટ્રવ્યાપી હડતાળને પગલે ગુજરાત સહિત દેશભરમાં કન્સ્ટ્રકશન સાઇટ સહિતની સાઇટો પર અબજો કરોડના પ્રોજેક્ટ્સનું કામકાજ અટવાયુ હતુ, તો આજની હડતાળ જોરદાર રીતે સફળ રહેતા સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બીજીબાજુ, સમગ્ર ગુજરાતમાં આશરે ૨૨ હજારથી વધુ કન્સ્ટ્રકશન સાઇટ સહિતની સાઇટ્સ પર કામકાજ ઠપ્પ તાં આશરે ૨૦ લાખથી વધુ મજૂરોકામદારો, શ્રમિકોની રોજગારીને ગંભીર અસર પહોંચી હતી. આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કોન્ટ્રાકટર્સ, બિલ્ડરો સહિતના સંલગ્ન ઉદ્યાગોના આગેવાનો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વિરોધદર્શક બેનરો, પ્લેકાર્ડ અને જોરદાર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો યોજયા હતા.

        સીમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ સહિતના સંલગન એસોસીએશનના સભ્યોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાવા પામી છે. જની હડતાળમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની સાથે સાથે બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ક્રેડાઇ ગુજરાત(કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસો. ઓફ ઇન્ડિયા), ક્રેડાઇ અમદાવાદ ગાહેડ(ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ હાઉસીંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ) અને એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ(ઇન્ડિયા)-અમદાવાદ સેન્ટર, ગુજરાત(એસીસીઇ) અને તેના હજારો સભ્યો પણ જોડાયા હતા, જેના કારણે હડતાળ સફળ બની શકી હતી. આજની જબરદસ્ત હડતાળના કારણે ગુજરાતમાં અંદાજે ૨૨ હજારથી વધુ સાઇટો પર કામકાજ ઠપ્પ થઇ ગયુ હતુ અને તેના કારણે આશરે ૨૦ લાખથી વધુ શ્રમિકો, કામદારો અને મજૂરોની રોજગારી છીનવાઇ હતી. બીજીબાજુ, રાજય સરકાર અને કેન્દ્ર સરકારના હજારો કરોડોના પ્રોજેકટ અટવાવાની સાથે સરકારોને પણ અબજો રૂપિયાના જાહેર નાણાંનું નુકસાન સહન કરવુ પડયુ હતું. દરમ્યાન આજની હડતાળ અંગે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજયના પ્રમુખ કિર્તીભાઇ ઠાકર અને ક્રેડાઇ, ગુજરાતના પ્રમુખ આશિષભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્ટીલ અને સ ીમેન્ટ ઉત્પાદક કંપનીઓની બિલકુલ ગેરવાજબી, ગેરકાયદે અને અનૈતિક કાર્યપધ્ધતિને ડામવા અને ભાવો નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે રેગ્યુલેટરી ઓથોરીટીની રચના કરવી જોઇએ. છેલ્લા એક વર્ષમાં સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓએ ગેરકાયદે કાર્ટેલ રચીને અસહ્ય કૃત્રિમ ભાવવધારો ઝીંકયો છે, જેની સીધી અસર બાંધકામ અને સંલગ્ન ઉદ્યોગો પર પડી છે. બીજીબાજુ, છેલ્લા એક વર્ષમાં પેટ્રોલડિઝલમાં પણ અસાધારણ ભાવવધારો ઝીંકાયો છે, જેના કારણે એલ્યુમિનિયમ, પીવીસી અને પેઇન્ટ્સ સહિતની અનેકવિધ સંલગ્ન ચીજવસ્તુઓના ભાવોમાં પણ ૨૫થી ૩૦ ટકાનો ભાવવધારો નોંધાયો છે. સીમેન્ટના ભાવોમા ૨૫ ટકા અને સ્ટીલના ભાવોમાં ૪૦થી ૪૫ ટકાનો ભાવવધારો ઝીંકાતા બાંધકામ ઉદ્યોગ અને તેને સંલગ્ન ઉદ્યોગો માટે હવે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે ત્યારે સમગ્ર મામલે કેન્દ્ર સરકારે દરમ્યાનગીરી કરવી અત્યંત જરૂરી બન્યુ છે. અમારી આજની હડતાળ જોરદાર સફળ અને સજ્જડ રહી છે, અમે હડતાળમાં જોડાયેલા તમામ સભ્યો અને લોકોનો આભાર માનીએ છીએ.

        દરમ્યાન ક્રેડાઇ, અમદાવાદ ગાહેડના પ્રમુખ અજય પટેલ અને એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ(ઇન્ડિયા)- અમદાવાદ સેન્ટર, ગુજરાતના ચેરમેન આનંદ વી.દવેએ જણાવ્યું હતું કે, સીમેન્ટ, સ્ટીલ, ડિઝલ અને બીટુમેનના ભાવોમાં અસહ્ય કૃત્રિમ વધારાના કારણે જાહેરક્ષેત્રના આંતરમાળખાકીય પ્રોજેકટો અટવાઇ પડશે અને સરકારોને પણ જાહેરનાણાંનું અબજો રૂપિયાનું નુકસાન સહન કરવુ પડશે. ગુજરાતમાં સીમેન્ટનું ઉત્પાદન થતુ હોવાછતાં અહીં ગેરકાયદે અને ગેરવાજબી રીતે બહારના રાજયો કરતાં પણ અસહ્ય ભાવવધારો ઝીંકાય છે, તો સ્ટીલમાં પણ બાંધકામ અને સંલગ્ન ઉદ્યોગો માટે મરણતોલ ફટકા સમાન ભાવવધારો ઝીંકાઇ રહ્યો છે, સંજોગોમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન સહિતના મોટા પાંચ એસોસીએશન દ્વારાજે તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે અને સમગ્ર મામલે કેન્દ્ર સરકાર અને રાજય સરકારને તાત્કાલિક દરમ્યાનગીરી કરી યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે સમગ્ર ગુજરાતમાં ૨૨ હજારથી વધુ સાઇટો પર કામકાજ ઠપ્પ કરી દેવાશે, જેના કારણે ૨૦ લાખથી વધુ કામદારો, શ્રમિકો અને મજૂરોની રોજગારીને અસર પહોંચી હતી. તો બીજીબાજુ, જે બપોરે ૧૨૦૦ વાગ્યે ઉપરોકત સંગઠનોના આગેવાનોના પ્રતિનિધિમંડળ દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં વ્યું હતું. જો સીમેન્ટ અને સ્ટીલના ગેરકાયદે અને બેફામ લૂંટ ચલાવતા કાર્ટેલાઇઝેશનને નાથવા માટે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્વારા તાકીદે કોઇ પગલાં નહી લેવામાં આવે તો, આગામી દિવસોમાં સમગ્ર આંદોલનને જલદ સ્વરૂપ પણ આપવામાં આવશે એમ પણ તેમણે ઉમેર્યું હતું. સીમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કોન્ટ્રાકટર્સ, બિલ્ડરો સહિતના સંલગ્ન ઉદ્યાગોના આગેવાનો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વિરોધદર્શક બેનરો, પ્લેકાર્ડ અને જોરદાર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો યોજયા હતા.

પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ, અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયા : શિવ...

ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે....

સંસદમાં ધક્કામુક્કી: પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે...

સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે...

કેફિન ટેક્નોલોજીસે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાણ કર્યું

એસેટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજી અને ફંડ એડમિનિસ્ટ્રેશન સોલ્યુશન્સમાં અગ્રણી...

વડોદરામાં વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ : યુવા વકીલોમાં...

વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં...

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે...

રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે....

એસીસી સલાઇ બાનવા ખાતે અદાણી ફાઉન્ડેશને વારાણસીની 50 મહિલાઓને...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here