Monday, October 5, 2026
HomeGujaratસુરતમાં ચોંકાવનારી ઘટના: નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં 10 વર્ષના બાળકની...

સુરતમાં ચોંકાવનારી ઘટના: નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં 10 વર્ષના બાળકની આત્મહત્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાંથી વાલીઓને સાવધાન કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પોતાના જ નાના ભાઈ સાથે પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે. બાળકના આપઘાતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ રોઠાડ પોતાના ચાર બાળકો સાથે રહે છે. ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કરે છે. દરરોજની જેમ આજે પણ તેઓ ખેતરે મજૂરી કામ કરવા જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં અને પતંગ ચગાવી રહ્યા હતાં. જેમાં ત્રીજા નંબરના સંતાને બીજા નંબરના સંતાનને પતંગ દોરો ન આપતાં તે નારાજ થઈ ગયો. નજીવી બાબતે નારાજ થઈ બાળકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ દીકરીએ માતા-પિતાને કરતાં તેઓ મજૂરી કામ મૂકી તુરંત ઘરે દોડી આવ્યા હતાં. ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાં. જોકે, હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકની આત્મહત્યાની પોલીસને જાણ થતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.હાલ પોલીસ પરિવારજન તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, ખરેખર આ આત્મહત્યા છે કે, કોઈના દ્વારા તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, સાચી માહિતી પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સામે આવી શકશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here