સ્પેસ એક્સ ક્રૂ-6 મિશનનું સફળતા પૂર્વક લોન્ચિંગ કરાયું

0
5

 ચાર અવકાશ યાત્રીઓને સ્પેસ સ્ટેશનમાં મોકલાયા    

– ક્રૂ-5ના સભ્યો પરત ફરશે, જ્યારે ક્રૂ-6ના અવકાશ યાત્રીઓ 6 મહિના સુધી સ્પેસમાં રહેશે 

કેલિફોર્નિયા : ઈલોન મસ્કની અંતરીક્ષ ક્ષેત્રની દિગ્ગજ કંપની સ્પેસ એક્સે ચાર અવકાશ યાત્રીઓને નાસાના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં મોકલ્યા છે. અમેરિકા, રશિયાના અવકાશ યાત્રીઓ સાથે યુએઈનો અવકાશ યાત્રી પણ આ મિશનમાં શામેલ હતો. આ સાથે જ તે અરબ દુનિયાનો એક મહિનાથી વધુ સમય માટે અવકાશ મિશન પર જનારો પહેલો વ્યકિત બની ગયો છે. 

ફાલ્કન રોકેટને મધરાત્રે કેનેડી સ્પેસ સ્ટેશનથી છોડવામાં આવ્યું હતું. આ પહેલા સોમવારે રોકેટ ઉડી ન શકતા મિશનને અટકાવવામાં આવ્યું હતું. 

સ્પેસ એક્સની છઠ્ઠી ઓપરેશનલ ક્રૂમાં અમેરિકી સ્પેસ એજન્સી નાસાના બે, રશિયાની સ્પેસ એજન્સી અને યુએઈના એક-એક અવકાશ યાત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

આ મિશન હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનારા અવકાશ યાત્રીઓ ૬ મહિના સુધી નાસાના સ્પેસ સ્ટેશનમાં રહેશે અને વિજ્ઞાાનથી જોડાયેલા અનેક પ્રયોગો કરશે. આ મિશનનું નેતૃત્વ ૫૯ વર્ષીય સ્ટીફન બોવેન કરી રહ્યા છે. સ્ટીફન આ પહેલા અમેરિકન નેવીમાં અધિકારી રહી ચૂક્યા છે. આ સાથે જ સ્ટીફન અવકાશમાં ૪૦ દિવસ રહેવાનો અનુભવ ધરાવે છે.

ક્રૂ-૬ના અવકાશ યાત્રીઓના પહોચ્યા બાદ ક્રૂ-૫ના સભ્યો ધરતી પર પરત ફરશે. અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા તનાણ વચ્ચે પણ આ મિશનમાં રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસનો એક અવકાશ યાત્રી પણ મિશનમાં શામેલ છે. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી મુજબ, અમેરિકાના અવકાશ યાત્રી સોયુઝ કેપ્શ્યુલ જ્યારે રશિયાનો અવકાશ યાત્રી ક્રૂ ડ્રેગનની સવારી કરશે.