હંમેશા શોભી ઉઠતી મોતીની જવેલરી છે

0
606

હિલાઓ જ્વેલરીના ઝગમગાટથી કેવી રીતે દૂર રહી શકે?  હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે  કદાચ તમે જોયું હશે કે હાલમાં મોતીના ઘરેણાંનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દુલ્હન સેટ હોય કે  પછી  અન્ય સામાન્ય જ્વેલરી. બધે જ કુંદન અને મોતીના કોમ્બિનેશનમાં કે ફક્ત મોતી અને ગોલ્ડન કોમ્બિનેશનમાં મોતીની જવેલરી ઉપલબ્ધ છે. તેમાં હાથના સિંગલ પોચા, પગના એન્કલેટ, ઝૂમ્મર બુટ્ટી,  હાથની બંગડીઓ તેમજ કંગન અને રજવાડી સેટ ઘણાં લોકપ્રિય થઈ રહ્યાં છે. વળી સિલ્ક કે  બનારસી સાડીઓ સાથે  આ પ્રકારની મોતીની જવેલરી ખૂબ સુંદર લાગે છે.  તો ક્રિશ્ચન વેડિંગમાં યુવતી જે ગાઉન પહેરે છે તેની સાથે વ્હાઇટ મોતી અને ડાયમંડની કલબ જ્વેલરી હોય છે. તમે રાણી એલિઝાબેથ તેમ જ તેમના પરિવારને જોયો હશે. આ પરિવારની મહિલાઓ પોતાના વેર્સ્ટન પોશાક સાથે સાચા મોતી તેમજ હીરાની લાઇટ જ્વેલરી જ પહેરતી હોય છે. તમે  જૂના પૌરાણિક શોમાં જોયું હશે કે રાજા મહારાજાઓ મોતીના મહામૂલા હાર અને કુંડળ પહેરતાં હતાં. અને સારા સમાચારની વધામણી આપનારને તે સાચા મોતીના હાર પોતાની ડોકેથી ઉતારીને આપી દેતાં હતાં. તો વળી માનસરોવરના હંસો સાચા મોતીનો ચારો ચરે છે એ વાત પણ ઘણી જાણીતી છે. તો ઘણી વાર સાચા મોતીએ કોઈ વ્યક્તિને વધાવી લેવાની વાત પણ એટલી જ જાણીતી છે. આ બાબતો પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણાં જીવનમાં સોનાચાંદીની સાથે જ મોતીનું આગવું મહત્વ છે અને હાલ તો ઘરેણામાં મોતી લોકપ્રિય છે તો ચાલો આજે જાણીએ મોતીની જ્વેલરી વિશે.મોતીમાં પણ  કિડિયા મોતી, પાણીદાર મોતી, કે પછી નેપાળી અને  હૈદરાબાદી પર્લ વધારે લોકપ્રિય છે જોકે મોતીની જવેલરીના નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે મોતીના ખાસ પ્રકાર છે.