Sunday, October 4, 2026
HomeLife StyleFashionનવરાત્રીમાં મહિલાઓના નાક પર નિખરતી નથની ફેશન

નવરાત્રીમાં મહિલાઓના નાક પર નિખરતી નથની ફેશન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવરાત્રીમાં ખેલૈયાઓ સજી ધજીને મેદાને ઉતરવા તૈયાર થઈ ગયા છે.ત્યારે આ નવરાત્રીમાં ફરીથી નારીની નજાકત નિખારતી ‘નથ’ની ફેશન આવી ગઈ છે. ભારતીય સંસ્કૃતિમાં નાકની ‘નથ’નું અનોખું મહત્ત્વ છે.

ગુજરાતી, મારવાડી, મરાઠી, બંગાળી, આસામી, તામિલ, તેલગુ વગરે બધા જ સમાજમાં ‘નથ’ને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

ભારતીય પરંપરા અનુસાર પહેલાં ફક્ત સૌભાગ્યવતી સ્ત્રીઓ જ નાકમાં નથણી પહેરતી હતી.અને તે તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતી હતી. અને હવે તો ઉત્તર ભારતની ઘણી જ્ઞાતિઓમાં તો સ્ત્રી સૌંદર્યને વધારવા મોટી-મોટી નથપહેરવાનો રિવાજ છે.

જ્યારે દક્ષિણ ભારતમાં સ્ત્રીઓ એક નહીં પણ ત્રણ નથ પહેરે છે. બે નસ્કોરામાં અને એક વચ્ચે. અત્યારે સોના, ચાંદી અને પ્લેટિનમની નથણીમાં અનેક વેરાયટી મળી રહે છે.

હવે દુલ્હન સિવાય અત્યારે સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થિનીઓ પણ નોઝ રિંગ એટલે કે નથણી પહેરવાનું પસંદ કરે છે.

યુવતીઓ અત્યારે સામાન્ય નોઝ રિંગની સાથોસાથ સોનાની, હીરાજડિત અને રંગીન નથણી પહેરવાનું પસંદ કરે છે.

વાળી પહેરવા નાકમાં કાણું પડાવવું જરૃરી બને છે. જે તરુણીઓ એમ કરાવવા ન ઇચ્છતી હોય તો તેમને માટે માર્કેટમાં વિકલ્પ ઉપલબ્ધ છે.

પરંતુ હવે તો નથ પહેરવાની ફેશન થઈ જતાં તે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. સોનાના પાતળા તારમાં નાના પેન્ડન્ટ જેવી નથ હોય છે

તેમાં કીમતી રત્નો અને મોતી જડવામાં આવે છે.પેન્ડન્ટ જેવી નથ ઉપલા હોઠની ઉપર લટકતી હોય છે.

નથમાં મોરની ડિઝાઈન બનાવવામાં આવે છે. વચ્ચે બે મોર અને તેના પીંછાની કળાવાળી ડિઝાઈન ખૂબ જ લોકપ્રિય છે.આ પ્રકારની નથને ‘મોર’ની કહેવાય છે. અને તેમાં રંગીન અને સફેદ કુંદન જડવામાં આવે છે. જ્યારે ‘બેસર’ નામની નથમાં મોરપીંછની કળાને વર્તુળાકારે દર્શાવવામાં આવે છે.

જેમાં સોનું વધારે અને રત્નો ઓછા હોય છે.ઘણી છોકરીઓ નાક વીંધાવતા ડરતી હોય છે,

આવી છોકરીઓના લગ્ન થાય ત્યારે પહેરવા માટે આર્ટિફિશિયલ ક્લીપવાળી નથ આવે છે. જેનાથી નાકને તકલીફ નથી થતી અને ચહેરો પણ સુંદર દેખાય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here