145મી રથયાત્રા: ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો, રથ ‘મોસાળ’માં પહોંચ્યા

0
17
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં
મોસાળ સરસપુર ખાતે અનેરો આનંદ

અમદાવાદ : વર્ષના ૩૬૫માંથી ૩૬૪ દિવસ એવા હોય છે જેમાં ભક્ત ભગવાનના દર્શન માટે જતો હોય છે.જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન કરવા માટે આવે છે. આવો અનોખો પર્વ એટલે રથયાત્રા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઇ બલરામની ૧૪૫મી રથયાત્રા નીકળશે. કોરોનાને પગલે ૨૦૨૦માં ત્રણેય રથને મંદિર પરિસરમાં જ પરિક્રમા કરવી પડી હતી. જ્યારે ૨૦૨૧માં ભક્તો વિના જ રથયાત્રા યોજાઇ હતી. પરંતુ આ વખતે બે વર્ષ બાદ સેંકડો ભક્તોની ઉપસ્થિતિમાં જગતના નાથ નગરચર્યાએ નીકળી છે. જેના કારણે આ વખતે ભક્તોનો ઉત્સાહ બેવડાયો છે. રથયાત્રાનો સમગ્ર રૂટ ‘જય રણછોડ’ ના નાદથી ગૂંજી ઉઠ્યું છે. મુખ્યપ્રધાને પહિંદવીધી કરીને રથ પ્રસ્થાન કરાવ્યું છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોસાળ સરસપુર પહોંચી છે.ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ થીમ પર શણગારેલા રથ સરસપુરવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનતા જોવા મળ્યાભગવાનના મોસાળ સરસપુર ખાતે રથ આવે એટલે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. આ જમણવારમાં પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડી હોય છે, જેમાં બે લાખથી વધુ ભક્તો આ લ્હાવો માણે છે. સરસપપુરમાં કુલ ૧૫ રસોડામાં આ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યા છે. લીમડા પોળ, મોટી સાળવી વાડ,તળિયાની પોળ, કડીયા વાડ, ગાંધીની પોળ, વડવાળો વાસ, આંબલી વાડ, ઠાકોર વાસ, પીપળા પોળ, લુહાર શેરીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજનમાં કોર્પોરેશનની પણ મહત્વની ભૂમિકા રહેલી છે.. અને જ્યારે જગન્નાથજી મંદિરના મહંત અમદાવાદ મહાપાલિકા કચેરી પહોંચ્યા તે સમયે કોર્પોરેશન તંત્ર દ્વારા તેમનુ સ્વાગત કરાયું…અને મહંત દિલિપદાસજીએ સૌ કોઈને રથયાત્રાની શુભકામના પાઠવી હતી.અમદાવાદ શહેર વિસ્તાર એવા ખાડિયામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચી રહી છે. રથયાત્રા પહેલા અખાડોઓ ત્યાં પહોંચ્યા હતા. અખાડિયનોએ વિવિધ કરતબ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.સરસપુર, જમાલપુર, ખાડિયા, કાલુપુર, ઢાળની પોળ અને કોર્પોરેશન વિસ્તારમાં હળવા વરસાદની શરૂઆતજગ્ન્નાથજી મંદિરના મંહત દિલિપદાસજીનું મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું.ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મગના પ્રસાદનું અનેરુ મહત્વ રહેલુ છે. રથ યાત્રામાં સામેલ 101 ટ્રકમાં કેટલીક પ્રસાદની ટ્રક પણ હોય છે. ખમાસા ખાતે જ્યારે મગના પ્રસાદ ભરેલી ટ્રક પસાર થઈ તે સમયે શ્રદ્ધાળુઓ મગ, કાકડી અને જાંબુના પ્રસાદ માટે અધિરા જોવા મળ્યા.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે..ત્યારે ડ્રોનની તસવીરો સામે આવી છે.જેમાં રથયાત્રામાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ અને ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો છે. આ સાથે જ  સઘન પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાતાર દરમિયાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતુ હોય છે..તે સમયે કોઈ બાળક   પરિવારજનોથી વિખુટુ પડી જાય તો પરિવાર સાથે ફરી  મિલન કરવવા માટે મહાપાલિકા તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે..તો સાથે જ  ભીડમાં કોઈ બેહોશ થઈ જાય તો તે માટે પણ તાત્કાલીક સુવિધા સહિતની વ્યવસ્થા કોર્પોરેશન કરી હતી.ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખમાસા ખાતે મહાપાલિકા કચેરી પહોંચે તે પહેલા ત્યાં ઉપસ્થિત કોર્પોરોટર અને તના પરિવારજનો ગરબે ઘુમ્યા હતા..ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાનો માહોલ જામ્યો છે. બહોળી સંખ્યમાં ભક્તો અને સ્થાનિકો દર્શનાર્થે પહોંચ્યા છે. ટ્રકો, અખાડા પણ પહોંચ્યા છે. ભજન મડળીઓ પણ આગળ વધી રહી છે.ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાઓ નું વિશેષ મહત્વ છે.આ વર્ષે 18 અખાડાઓ રથયાત્રામાં સામેલ થયા. અખાડિયનોના વિવિધ કરતબોએ સૌ કોઈમાં આકર્ષણનુ કેન્દ્ર જમાવ્યુ છે.ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા 101 ટ્રક પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ત્યારે આ ટ્રક ખાસા વિસ્તારમાં પહોંચ્યા તે સમયે શ્રદ્ધાલુઓ શણગારેલા ટ્રકમાંથી પ્રસાદ લેતા જોવા મળ્યા હતા.તો સાથે જ લોકો શણગારેલા ટ્રકની તસવીરો પણ લેતા જોવા મળ્યા.અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બનતા ગજરાજ જ્યારે મહાપાલિકા કચેરી પહોંચ્યા હતા. અને નાના બાળકોથી લઈને મોટેરા સૌ કોઈ શણગારેલા ગજરાજ જોઈને તેની સાથે તસવીર લેવા તડપાપડ જોવા મળ્યા.ત્રણેય રથ પ્રસ્થાન કરી ચૂક્યા છે. રથયાત્રા ધીમે ધીમે પોતામા રૂટ પરઆગળ વધી રહી છે. સુશોભિત ટ્રકો, અખડાઆઓ, સાધુ સંતો અને ભક્તો ઉલ્લાસ ભેર રથયાત્રામાં જોડાયા છે. બીજી તરફ પોલીસની પણ ચાંપતિ નજર છે. જયરણછોડ માખણચોરના નાદ સાથે ભક્તો રથયાત્રાનો આનંદ લઈ રહ્યાં છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમને કોરોના ના માત્ર હળવા લક્ષણો જ હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાન ના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છેઆ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી છે.મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રા ના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌ ને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છેભગવાન જગન્નાથજી નગરચર્ચા માટે રથમાં બિરાજે અને ભક્તો વચ્ચે જઈને દર્શન આપે તે પહેલા સૌ પ્રથમ ગજરાજ નાથના દર્શન કરતા હોય છે.તે પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી. સીએમ દ્વારા પહિંદવિધિ થાય તે પહેલા મંદિરના ગજરાજ પહોંચ્યા અને નાથના દર્શન કર્યાઅમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથયાત્રા પહેલા ત્રણેય ભગવાનને રથમાં બિરાજીત કરાયા હતા. જેમાં ભગવાન જગન્નાથજીને નંદીઘોષ રથ ,બલભદ્રજીને તાલધ્વજ રથ તેમજ સુભદ્રાજીને પદ્માધ્વજ રથમાં બિરાજીત કરાયા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા, ભગવાન જગદીશ, બહેન સુભદ્વાજી ભાઈ બળભદ્વને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં પણ ગૃહપ્રધાન અમિત શાહે મંગળા આરતીમાં સામેલ થવાની પરંપરા જાળવી રાખી .તેઓ સવારે ચાર વાગ્યા પહેલા જ જગન્નાથ મંદિરમાં પહોંચ્યા હતા. ભગવાના કપાટ ખુલ્યા બાદ તેઓએ મંગળા આરતી કરી..તેમની સાથે મંદિરના મહંત દિલીપદાસજીએ પણ મંગળા આરતી કરી. મંગળા આરતી બાદ મંદિર તંત્ર દ્વારા અમિત શાહને પાઘડી, હાર અને ખેસ પહેરાવીને સન્માનિત કરાયા અને મોમેન્ટો પણ અર્પણ કરાયો.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નગરચર્ચાને લઈને મંદિરના મંહત ટ્રસ્ટીઓ દ્વારા એક બાદ એક ભગવાનની પ્રતિમાને મંદિરના ગર્ભગૃહમાંથી રથમાં બિરાજીત કરવામાં આવી. સૌ પ્રથમ ભગવાન જગન્નાથજ બાદમાં બહેન સુભદ્રાજી અને બાદમાં ભાઈ બલભદ્રજીને મંદિર પરિસરમાં મુકાયેલા રથમાં લાવવામાં આવ્યા આ સમયે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા.ગુજરાતમા પારંપારિક ગરબાનું અનેરુ મહત્વ છે..અને કૃષ્ણ ભક્તિમાં રાસનું મહત્વ છે. ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને નગરચર્ચાએ નીકળે તે પહેલા મંદિર પરિસરમાં રાસ મંડળી જૂથ દ્વારા રાસ ગરબા યોજવામાં આવ્યા હતા.ગુજરાતના ભાતિગળ સાંસ્કૃતિની ઓળખ સમાન રાસ ગરબાની રમઝટથી લોકોમાં ખુશી જોવા મળી.મોસાળ સરસપુરમાં લાડ લડાવતા જગતના નાથનું ભવ્ય અને સુંદર મામેરું કરવામાં આવ્યું. આ વર્ષે મામેરું કરવાનો અવસર રાજેશભાઇ પટેલ અને તેમના પરિવારને મળ્યો છે. આ વખતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રના મામેરાની થીમ અલગ રાખવામાં આવી છે. ભગવાનના વાઘા માટે મોરપીંછ રંગ પસંદ કરવામાં આવ્યો છે. ભગવાનના વાઘા અને આભૂષણમાં કમળ અને ગાયના પ્રતિક રાખવામાં આવ્યા છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ભક્તો ભગવાનના મામેરાના દર્શનથી વંચિત રહ્યા હતા. આથી આ વખતે જગન્નાથજીના મામેરાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ  છે.અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા ઉચ્ચ ટેકનોલોજીની મદદ લેવાની સાથે 25 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા. રથયાત્રામાં પેરામિલિટરી સહિત એસઆરપી અને ચેતક કમાન્ડો પણ પણ સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં તૈનાત છે.