Tuesday, October 13, 2026
HomeAhmedabadઅયોધ્યા માટે 20 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, જાણો કેવી રીતે બદલાશે રામ...

અયોધ્યા માટે 20 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, જાણો કેવી રીતે બદલાશે રામ જન્મભૂમિની તસવીર

Date:

Related stories

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

રામ મંદિરના નિર્માણની સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅને ભાજપની આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાની કલ્પના કે સ્વપ્ન સાકાર કરવાની દિશામાં કદમ વધવા લાગ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એકલા તેમના મંત્રાલયમાંથી 20 હજાર કરોડના પ્રોજેક્ટ્સ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. 

તાજેતરમાં 84 કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો મળ્યો છે. એટલું જ નહીં ચાર હજાર કરોડના ખર્ચે 275 કિમીના હાઈવે બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દસ હજાર કરોડના ખર્ચે અયોધ્યા થઈને ગોરખપુર-લખનૌ નેશનલ હાઈવેને સિક્સ લેન કરવાના પ્રોજેક્ટને પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ ઉપરાંત છ હજાર કરોડના ખર્ચે લગભગ 70 કિમીનો રિંગ રોડ જેને હવે બાયપાસ રોડ નામ આપવામાં આવ્યું છે તેને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ગડકરી 6 જાન્યુઆરીએ તેનો શિલાન્યાસ કરશે. 70 કિલોમીટરનો રિંગ રોડ અયોધ્યા, બસ્તી અને ગોંડાના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે. તેનો ડીપીઆર અમદાવાદ સ્થિત કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સંપાદિત જમીનના વળતરનો સમાવેશ થાય છે. સાંસદ લલ્લુ સિંહના જણાવ્યા અનુસાર ચાર રેલવે ઓવરબ્રિજ, સરયૂ નદી પર બે પુલ અને પાંચ મુખ્ય રસ્તાઓ બનાવવાના છે. આ બાયપાસથી કનેક્ટિવિટી પહેલા કરતા વધુ સારી રહેશે. ધાર્મિક પ્રવાસની સાથે સાથે વેપારીઓને પણ ફાયદો થશે. અયોધ્યામાં લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે 275 કિલોમીટર લાંબો 84 કોસી પરિક્રમા માર્ગ બનાવવામાં આવશે, જેના માટે PWDની NH વિંગે સર્વે પૂર્ણ કરી લીધો છે. આ માર્ગ દ્વારા અયોધ્યાના પૌરાણિક મહત્વના 51 તીર્થસ્થળોને જોડવામાં આવશે. હાલમાં અયોધ્યા, આંબેડકર નગર, ગોંડા, બારાબંકી અને બસ્તીમાંથી પસાર થતો આ પરિક્રમા રૂટ લગભગ 233 કિલોમીટર લાંબો છે. આ માટે 45 મીટર જમીન પહોળાઈમાં લેવામાં આવશે. લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે જમીન લેવાનું કામ ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થવાનું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બનાવવામાં આવનાર પરિક્રમા માર્ગ 275 કિલોમીટર લાંબો હશે.

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here