ચીમનીઓ લાલચોળ ન થાય તે માટે 4.24 કરોડના ખર્ચે 15 સ્મશાનમાં 23 CNG ભઠ્ઠીનું સમારકામ કરાશે

0
13
બીજી લહેરમાં સ્મશાનોમાં લાંબી લાઈનો લાગતી હતી, હવે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી કામ અપાયું
બીજી લહેરમાં સ્મશાનોમાં લાંબી લાઈનો લાગતી હતી, હવે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી કામ અપાયું

કોરોનાની બીજી લહેર સમયે અમદાવાદના તમામ સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાંબી લાઈનો લાગતી હતી. સીએનજીની ભઠ્ઠીઓની ચીમનીઓ પણ લાલચોળ થઈ ગઈ હતી. હવે ત્રીજી લહેરીની આશંકા વચ્ચે સીએનજી ભઠ્ઠીની ચીમનીઓ લાલચોળ ન થાય તે માટે મ્યુનિ.એ 4.24 કરોડના ખર્ચે શહેરના 15 સ્મશાનની 23 સીએનજી ભઠ્ઠીના મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપ્યો છે.આ અંગે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઇએ જણાવ્યું કે, શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને જોતાં યોગ્ય લેવામાં આવી રહ્યા છે. આપણે જોયું હતું કે, કોરોનાની બીજી લહેરમાં શહેરના સ્મશાનોની સીએનજી ભઠ્ઠીઓની ચીમનીઓ પણ લાલચોળ થઇ ગઇ હતી. આવી સ્થિતિમાં જો આગામી લહેરમાં આવી કોઇ સ્થિતિ સર્જાય તો નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે સીએનજી ભઠ્ઠીઓના મેન્ટેનન્સનું કામ સોંપવામાં આવ્યું છે.3 વર્ષ માટે આ 23 સીએનજી ભટ્ઠીના ઓપરેશન અને કોમ્પ્રેહેન્સિવ મેન્ટેનન્સ પાછળ 4.24 કરોડનો ખર્ચ થશે. નોંધનીય છે કે, બીજી લહેર સમયે શહેરના તમામ સ્મશાનોમાં લાંબું વેઈટિંગ જોવા મળતું હતું. તેમજ દિવસ-રાત ભઠ્ઠીઓ ચાલુ રહેતા ચીમનીઓ લાલચોળ થઈ ગઈ હતી.

SVPમાં 332 આઈસીયુ બેડ વધારવાનું કામ મંજૂર કરાયું
એસવીપી હોસ્પિલમાં 332 આઇસીયુ બેડ વધારવા તેમજ 1100 પોઇન્ટ ઓક્સિજન પોઇન્ટસ ઊભા કરવા, 672 કોમ્પ્રેસ્ડ એર પોઇન્ટ તથા 471 વેક્યુમ પોઇન્ટસ સહિતનું મેડિકલ પાઇપ લાઇનની કામગીરી કરવાના ટેન્ડરને પણ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ ઉપરાંત તેના માટે પીએસએ પ્લાન્ટના શેલ ફ્લોર ડેવલપ કરવા, જનરલ વોર્ડને આઇસીયુ વોર્ડ બનાવવા, જરૂરી પ્લમ્બિંંગ, ફાયર સેફ્ટીની કામગીરી પણ કરાશે.