એકના ડબલ કરવાની લાલચ આપી 260 કરોડનું ફુલેકું ફેરવી નાસી છૂટેલા વિનય શાહ કેસની તપાસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કૌભાંડ મામલે આજે સીઆઇડી ક્રાઇમે તપાસ હાથધરી હતી. જેમાં વિનય શાહના કોટક બેંકમાં અનેક એકાઉન્ટ હોવા અંગે માહિતી મળી હતી. માત્ર એટલું જ નહીં, વિનય શાહના ઘરે તપાસ દરમિયાન લોટના ડબ્બામાં, ફર્નિચર,બેડ અને કબાટમાં સંતડેલા 50 હજાર રૂપિયાનું ચિલ્લર મળી આવ્યું હતું. જેમાં 5 પૈસાથી લઈ 10 રૂપિયાના સિક્કા પણ મળ્યા હતા.
50 લાખનો મુદ્દામાલ, 34 કોમ્પ્યુટર, બે લેપટોપ લીધા કબ્જે
આ દરમિયાન સીઆઇડી ક્રાઇમે વિનય શાહના ઘરેથી 50 લાખનો મુદ્દામાલ ,34 કોમ્પ્યુટર, બે લેપટોપ, એક લાખના સોના-ચાંદીના દાગીના અને 4 સ્વાઇપ મશીન પણ કબ્જે કર્યા હતા.