ગુજરાતમાં CM બદલાયાને 65 દિવસ થઈ ગયા, પણ રાજકોટ ભાજપ હજુ રૂપાણીને જ મુખ્યમંત્રી માને છે!

0
8
રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી નામની તખતી આ સમગ્ર વિવાદનું કારણ બની
રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી નામની તખતી આ સમગ્ર વિવાદનું કારણ બની

રાજકોટઃ ભાજપના કેન્દ્રિય મોવડી મંડળે દેશના ઈતિહાસમાં પહેલીવાર નો રિપીટ થિયરી અપનાવીને સીએમ, ડેપ્યુટી સીએમ સહિત સરકારના તમામ મંત્રીઓને બદલીને આખી નવી સરકારને રાજ્યના સંચાલનની જવાબદારી સોંપી છે. વિજ્ય રૂપાણી અને તેમના મંત્રી મંડળના રાજીનામાં બાદ ગુજરાતમાં નવું મંત્રી મંડળ બન્યું. છેલ્લાં 65 દિવસથી અમદાવાદના ઘાટલોડિયાના ભાજપના ધારાસભ્ય ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદરી સંભાળી રહ્યાં છે. જોકે, રાજકોટ ભાજપ માટે હજુ પણ વિજય રૂપાણી જ મુખ્યમંત્રી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી નામની તખતી આ સમગ્ર વિવાદનું કારણ બની હતી. સવાલ એ પણ છેકે, તખતી બનાવતી વખતે શું ખરેખર ભૂલથી વિજય રૂપાણીના નામ આગળ મુખ્યમંત્રી લખાઈ ગયું હતું કે, પછી જાણી જોઈને આ પ્રકારનો વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં ભાજપનો આંતરિક વિખવાદ ઘીરે ધીરે ખુલીને સામે આવી રહ્યો છે.

આ અમે નથી કહી રહ્યાં પણ રાજકોટ ભાજપ દ્વારા લગાવવામાં આવેલી તખતીથી આ ફલિત થાય છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય પર લગાવવામાં આવેલી તખતીમાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી ગણાવીને નામ લખવામાં આવ્યું હતું. આ તખતીને કારણે નવો વિવાદ ઉભો થયો છે. રાજકોટ ભાજપના નેતાઓની પોતાની ભૂલ સમજાઈ છે. અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વાળા નામની તખતીને હટાવીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રકારનું નામાંકરણ કરીને તાત્કાલીક નવી તખતી લગાવવામાં આવી.