Sunday, September 27, 2026
HomeGujaratAhmedabadઆગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, નવરાત્રિમાં પડશે ?

આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, નવરાત્રિમાં પડશે ?

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

નવરાત્રિ આડે હવે ત્રણ જ દિવસ બાકી છે. ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમા પર છે. તો સોસાયટીઓથી લઈને પાર્ટીપ્લોટ પણ ગરબા માટે સજ્જ છે. પરંતુ વરસાદ ખેલૈયા સહિત આયોજકોનો આનંદ બગાડી શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. બાકીના બે દિવસ છૂટોછવાયો વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે કે 3 ઓક્ટોબર પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને કારણે ગરબાના શોખીનો અને આયોજકો ચિંતિત બન્યા છે. નવરાત્રિમાં જો વરસાદ વિલન બનશે તો ખેલૈયાઓનાં હજારોનાં પાસ અને આયોજકોનાં લાખો રૂપિયાનું પણ નુકસાન થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે 126 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે રાજ્યના જળ સંગ્રહમાં પણ વધારો થયો છે. રાજ્યના 99 જળાશયો છલકાયા છે. તો ઉપરવાસમાં પણ સારા વરસાદને કારણે નર્મદાનો સરદાર સરોવર ડેમ પણ ઐતિહાસિક જળસપાટીએ પહોંચ્યો છે. પરિણામે ગુજરાતને બે વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ભેગો થયો છે.

હવામાન વિભાગ મુજબ હજુ વરસાદ પડવાની સંભાવનાઓ છે. ત્યારે જે જિલ્લામાં 100 ટકા વરસાદ નથી પડ્યો તેવા જિલ્લામાં વરસાદ પડે તેમ મનાઇ રહ્યું છે. જો કે ઉત્તર ગુજરાતનાં પાટણમાં તો માત્ર 1 એમ.એમ વરસાદ પડે તો ત્યાં 100 ટકા વરસાદ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ એમ મનાઇ રહ્યું છે કે સાર્વત્રિક વ્યાપક વરસાદના પગલે આ વર્ષે બમ્પર ઉનાળુ પાક ખેડૂતોને મળશે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here