Friday, June 5, 2026
HomeGujaratગુજરાતમાં ધમાકેદાર વરસાદ, પ્રાંચલીમાં 3 કલાકમાં 9 ઇંચ વરસાદ, અમદાવાદ જળબંબાકાર

ગુજરાતમાં ધમાકેદાર વરસાદ, પ્રાંચલીમાં 3 કલાકમાં 9 ઇંચ વરસાદ, અમદાવાદ જળબંબાકાર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં 9 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ શહેરનાં માર્ગો નદીમાં પલટાઇ ગયા હતાં અને વાડી વિસ્તારમાં જળબંબાકાર થઇ ગયો હતો. ઉનામાં ગત રાત્રે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગીર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા યથાવત છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ખાંભામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

નવરાત્રીને આડે હવે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે પડેલા વરસાદને પગલે આયોજકોમાં પણ ચિંતા છે. રાણીપ સહિતના કેટલાક વિસ્તારોમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ભારે પવનને કારણે ઉડી ગયા હતા. 1 કલાક પછી અંડરપાસ ખોલી દેવામાં આવ્યાહતા.વીજળીના કડાકાભડાકા સાથે દોઢથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. સીઝનના 30 ઈંચ સામે દોઢ ઈંચ વધારે વરસ્યો છે.

શહેરભરમાં વાદળીયા વાતવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે.
શહેરના રાણીપ સહિત કેટલાક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર તો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા.

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું છે. 3.7 ઈંચ વરસાદ ખાબકતા ઉમરપાડાની બજારોમાં પાણી ફરી વળ્યા હતા.

જ્યાં બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં સાર્વિત્રક વરસાદ નોંધાયો છે.કાળા વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડકા સાથે ભારે વરસાદ વરસતા તરત નદી, નાળા, કોતરો છલકાય ગયા હતાં. ઉંમરપાડા બજાર નજીક આવેલ મુખ્ય પ્રવેશ દ્વારનું ગરનાળું પાણીના પ્રવાહમાં ગરક થઈ ગયું હતું.

જેથી થોડા સમય પુરતો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. તાલુકા મથક ઉંમરપાડાના આસપાસના 10થી 15 કિમી વિસ્તારોમાં 3.7 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવનને અસર થઈ હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here