Friday, November 20, 2026
HomeGujaratવકીલે કાપડ પર બનાવ્યો દેશનો પહેલો દસ્તાવેજ, રેકોર્ડ માટે લિમ્કા બુકમાં મોકલાશે

વકીલે કાપડ પર બનાવ્યો દેશનો પહેલો દસ્તાવેજ, રેકોર્ડ માટે લિમ્કા બુકમાં મોકલાશે

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

શહેરનાં એક કાપડના વેપારીએ પોતાની મિલકતનો દસ્તાવેજ કાપડ પર બનાવ્યો છે. વકીલ અરુણ લાહોટી હસ્તક બનાવવામાં આવેલો જે દેશનો પ્રથમ કાપડ પર બનાવેલો દસ્તાવેજ બની રહ્યો છે.

વકીલ અરુણ લાહોટી કાયદાની મર્યાદામાં રહીને અલગ -અલગ પ્રકારના દસ્તાવેજ બનાવવા માટે જાણીતા છે. તેમને વિચાર આવ્યો કે, સુરતને ટેક્સટાઇલ નગરી ગણવામાં આવે છે તો સુરતમાં એક દસ્તાવેજ કાપડ પર પણ હોવો જોઈએ. કાપડ વેપારી સંજય બાબુલાલ સુરાનાએ ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરવાનો હતો. તે વકીલ અરુણ પાસે જતાં તેમણે કાપડ પર દસ્તાવેજ કરવાનો આઇડિયા આપ્યો. દસ્તાવેજનું લખાણ કાપડ પર ઉતારવાનું એટલે કે પ્રિન્ટનું કામ મહત્ત્વનું હતું. પ્રિન્ટિંગનું કામ સાંઈ પ્રિન્ટસના રોહિત કપૂરે કરી આપ્યું હતું. ફાઇનલ ટચ ડિઝાઇનર અનુરાધા સોમાણીએ આપ્યો હતો. દસ્તાવેજ તૈયાર કરવામાં ચાર મહિનાનો સમય લાગ્યો.

કાપડ પર બનાવવામાં આવેલો દસ્તાવેજ વિશ્વનો પ્રથમ દસ્તાવેજ હોવાનો દાવો વકીલ લાહોટી દ્વારા કરાઇ રહ્યો છે. જે હવે સુપ્રીમ કોર્ટ લો મ્યુઝિયમ અને લિમ્કા બુકમાં મોકલવામાં આવશે.વકીલ અરુણ લાહોટી દસ્તાવેજ સાથે પ્રયોગ કરી રહ્યા છે. તેમણે સૌપ્રથમ સુરતમાં હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, તાડપત્ર પર દસ્તાવેજ અને સોના-ચાંદી અને હીરાજડિત દસ્તાવેજ બનાવ્યા છે.

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here