હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી, અફરાતફરી સાથે ચક્કાજામ

0
23

વાવના દેવપુરા પાસે કેમીકલ ભરેલુ ટેન્કર પલટ્યુ હતું. ટેન્કરમાં ભરેલા કેમીકલમાંથી નીકળેલા ધૂમાડાના ગોટે-ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. જેને લઈને આજુબાજુના લોકોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો હતો. ટેન્કર પલટી જતાં ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં વાવ પોલીસે ઘટના સ્થળે જઇ ચાલકે સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના દેવપુરા ગામે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયુ હતું. જેને લઈને ટેન્કરમાં ભરેલું કેમિકલ રોડ ઉપર ઢોળાયું હતું. આ ઘટના અંગેની જાણ થતા વાવ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. અને થરાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચીને આગળની કામગીરી હાથધરી હતી.