Monday, November 25, 2024
HomeGujaratઍમ્બ્યુલન્સ ન મળતાં બાળકી અને અભિનેત્રી મૃત્યુ પામ્યાં

ઍમ્બ્યુલન્સ ન મળતાં બાળકી અને અભિનેત્રી મૃત્યુ પામ્યાં

Date:

spot_img

Related stories

છત્તિસગઢના ભિલાઇ સ્થિત બીએસપી સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીસીએસ રૂરલ...

આઇટી સર્વિસિસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી...

એનસીએલટીએ શેરધારકો અને લેણદારોની મીટિંગ માટેનો માર્ગ મોકળો કરતાં...

વેદાંતા લિમિટેડના ડિમર્જર માટેના એક હકારાત્મક પગલામાં નેશનલ કંપની...

અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર જી.વી. સુબ્બા રાવ લિખિત...

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા 23મી નવેમ્બર શનિવારના...

કરજણ-ભરથાણા ટોલ પ્લાઝાનાં દરમાં વધારો, કાર ચાલકોને હવે 155...

વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા...

નૈમિષારણ્ય માં ભાગવત કથામાં વામન અવતાર, રામ અવતાર અને...

તપોભૂમિ નૈમિષારણ્યમાં આચાર્ય શ્રી કલ્પેશભાઈ મહેતાના વ્યાસાસને ચાલી રહેલી...

રાહુલ ગાંધીના સંભલમાં હિંસા મામલે ભાજપ પર પ્રહાર :...

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદમાં રવિવારે સરવેથી નારાજ લોકોએ...
spot_img

સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં તમામ ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્યની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું છે. મરાઠી ફિલ્મોની એક અભિનેત્રી અને તેની નવજાત બાળકીનાં ઍમ્બ્યુલન્સ સમયસર ન મળતાં મૃત્યુ થયાં હતાં.

બે દિવસ પહેલાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સત્તાધારી સહિતના તમામ રાજકીય પક્ષોએ નાગરિકોને તમામ પ્રકારની સુવિધા આપવાનાં વચન આપ્યાં હતાં, પરંતુ મતદાનના એક દિવસ પહેલાં ૨૫ વર્ષની અભિનેત્રી પૂજા જુંજર અને તેની નવજાત દીકરીએ આરોગ્યની સેવા સમયસર ન મળતાં જીવ ગુમાવ્યા હોવાનો આરોપ તેમના પરિવારજનોએ કર્યો છે.

અભિનેત્રીએ રવિવારે હિંગોલીના સેનગાવ તાલુકાના ગારેગામમાં આવેલી એક હૉસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. જોકે પુત્રીને જન્મ આપ્યા બાદ અભિનેત્રીની તબિયત કથળી હતી. ડૉક્ટરોએ તેને તાત્કાલિક મોટી હૉસ્પિટલમાં ખસેડવાનું કહ્યું હતું, પણ બીજી હૉસ્પિટલમાં લઈ જવા માટે ગોરેગામ અને આસપાસમાં ઍમ્બ્યુલન્સ શોધવામાં સૌ લાગી ગયા હતા, પરંતુ એમાં ઘણો સમય વીતી ગયો હતો.

જેમતેમ કરીને એક પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સ મળી, જેમાં પૂજાને નવજાત બાળકી સાથે ૪૦ કિલોમીટર દૂર આવેલી હિંગોલી શહેરની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ પૂજાનું એ દરમ્યાન મૃત્યુ થયું હતું. સવારે ૬.૩૦ વાગ્યે બાળકીને જન્મ આપ્યા બાદ તેની તબિયત લથડી હતી.

મૃત્યુ પામનાર અભિનેત્રી પૂજાના પરિવારજનોએ આ બાબતે સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પૂજાએ બે મરાઠી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે સરકાર વિકાસની બૂમો પાડે છે, પણ હકીકતમાં આરોગ્યથી માંડીને અનેક ક્ષેત્રની સ્થિતિમાં ખાસ કોઈ ફરક નથી પડ્યો.

છત્તિસગઢના ભિલાઇ સ્થિત બીએસપી સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીસીએસ રૂરલ...

આઇટી સર્વિસિસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી...

એનસીએલટીએ શેરધારકો અને લેણદારોની મીટિંગ માટેનો માર્ગ મોકળો કરતાં...

વેદાંતા લિમિટેડના ડિમર્જર માટેના એક હકારાત્મક પગલામાં નેશનલ કંપની...

અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર જી.વી. સુબ્બા રાવ લિખિત...

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા 23મી નવેમ્બર શનિવારના...

કરજણ-ભરથાણા ટોલ પ્લાઝાનાં દરમાં વધારો, કાર ચાલકોને હવે 155...

વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા...

નૈમિષારણ્ય માં ભાગવત કથામાં વામન અવતાર, રામ અવતાર અને...

તપોભૂમિ નૈમિષારણ્યમાં આચાર્ય શ્રી કલ્પેશભાઈ મહેતાના વ્યાસાસને ચાલી રહેલી...

રાહુલ ગાંધીના સંભલમાં હિંસા મામલે ભાજપ પર પ્રહાર :...

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદમાં રવિવારે સરવેથી નારાજ લોકોએ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here