બૉલીવૂડના હાર્ટથ્રોબ સુશાંત સિંહ રાજપૂતે તેની મનોરંજક ફિલ્મો દ્વારા દર્શકોમાં બહુ નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી હતી. ‘કાઇ પો છે’, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મોમાં આકર્ષક અભિનય દ્વારા તેણે દર્શકોને મોહી લીધા હતા.૨૧મી જાન્યુઆરીએ તેનો ૩૫મો જન્મદિવસ ગયો ત્યારે બૉલીવૂડના અનેક કલાકારોએતેને યાદ કર્યો હતો. શાહરુખ ખાન, દીપિકા પદુકોણ, કેટરિના કૈફ, રિતિક રોશન જેવા કલાકારોને પણ તેનું કામ ગમતું હતું અને તેના અભિનયની પ્રશંસા કરતા હતા.
૧૪ જૂન, ૨૦૨૦માં તેનું અવસાન થયું ત્યારે બૉલીવૂડમાં સોપો પડી ગયો હતો. આથી તેના જન્મદિવસે પણ તેને અનેક કલાકારોએ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.તેના ઘણા ચાહકોને એ ખબર નહીં હોય કે સારી હટકે ફિલ્મો કરનારા સુશાંતે તેની કારકિર્દી દરમિયાન કેટલીક એવી ફિલ્મો રીજેક્ટ કરી હતી, જેણે મોટી સફળતા મેળવી હતી. સાત વર્ષની તેની કારકિર્દીમાં તેની સફળતાનો ગ્રાફ ઊંચો ગયો હતો. ટીવીથી શરૂઆત કરીને તેણે ફિલ્મો સુધીનો પ્રવાસ કર્યો હતો. શાહરુખ ખાન પછી તે બીજો કલાકાર હતો, જેણે ટીવીથી શરૂઆત કરીને ફિલ્મોમાં સફળતા મેળવી હતી. ચાલો આજે તેની એ ફિલ્મો વિશે વાત કરીએ, જે તેણે રીજેક્ટ કરી હતી.હાફ ગર્લફ્રેન્ડ૨૦૧૫માં ચેતન ભગતે ટ્વિટ કરીને કહ્યું હતું કે સુશાંત તેમની ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’ કરવાનો છે, જે તેમની પોતાની નવલકથા પરથી તે જ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. જોકે, પછી તે ફિલ્મમાં સુશાંતને બદલે અર્જુન કપૂર રીપ્લેસ થયો હતો. સુશાંતે તે ફિલ્મ પોતાના વ્યસ્ત શિડ્યુલને કારણે છોડી દીધી હતી.ફિતૂરઅભિષેક કપૂરની ‘ફિતૂર’ ફિલ્મમાં નૂરનું પાત્ર ભજવવા માટે સુશાંત પહેલી ચૉઇસ હતો.
જોકે, ફિલ્મ શરૂ થવામાં બહુ વિલંબ થયો હતો, આથી સુશાંતે તે ફિલ્મ છોડી દીધી હતી. તે પછી તેમાં આદિત્ય રૉય કપૂર આવી ગયો.રૉ: રોમિયો અકબર વૉલ્ટરસુશાંત ફિલ્મ ‘રૉ: રોમિયો અકબર વૉલ્ટર’માં ચમકવાનો હતો. તેણે ૨૦૧૭માં તે ફિલ્મનું પોતાનું પોસ્ટર પણસોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. પણ તેના વ્યસ્ત શિડ્યુલને કારણે તે પ્રોજેક્ટ તેણે છોડી દીધો અને તેણે લીધેલી રૂ. ૪ કરોડની સાઇનિંગ એમાઉન્ટ પણ સર્જકોને પાછી આપી દીધેલી. તે પછી તેમાં જૉન અબ્રાહમ લીડ રોલમાં આવી ગયો.ચંદા મામા દૂર કે‘ચંદા મામા દૂર કે’ ફિલ્મમાં અવકાશયાત્રીના રોલ માટે મહિનાઓ સુધી નાસા સ્પેસ સેન્ટરમાં તૈયારી કર્યા પછી સુશાંતે આ ફિલ્મ તારીખોની સમસ્યાને કારણે છોડી દીધી હતી.હસી તો ફસીઅનુરાગકશ્યપે પણ તેમની ફિલ્મ ‘હસી તો ફસી’ માટે સુશાંતનો સંપર્ક કર્યો હતો. પણ સુશાંતે યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મની ડીલ સાઇન કરી હતી. આથી તેણે તેમની ‘શુદ્ધ દેસી રોમાંસ’ ફિલ્મ માટે કશ્યપની ફિલ્મ છોડી દેવી પડી હતી. તે રોલ પછી સિદ્ધાર્થ મલ્હોત્રાને ફાળે ગયો.મુક્કાબાજ અનુરાગ કશ્યપે જ સુશાંતને ૨૦૧૬માં તેમની ફિલ્મ ‘મુક્કાબાજ’ ઓફર કરી હતી. તે સમયેસુશાંતની ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ રીલિઝ થવાની હતી. આથી સર્જકે વિચાર્યું કે જો ધોની ફિલ્મ હિટ જશે તો સુશાંત તેમની ફિલ્મ કરવા નહીં આવે. આથી કશ્યપે તે ફિલ્મ પછી વિનીત કુમાર સિંહ સાથે બનાવી અને સુશાંતે ધોની પછી કરણ જોહરની ફિલ્મ ‘ડ્રાઇવ’ કરી, જેમાં તેની સાથે જૅકલિન ફર્નાન્ડિઝ હતી. જોકે,તે ફિલ્મ સુશાંતના મૃત્યુ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થઇ હતી. લૉકડાઉનને કારણે તે ફિલ્મ થિયેટરમાં આવી શકી નહીં. બાજીરાવ મસ્તાનાફરી એકવાર સુશાંત ભણસાલીની બાજીરાવ મસ્તાની ફિલ્મ માટે પ્રથમ પસંદગી હતો. પરંતુ સુશાંત તે વખતે ‘પાની’ ફિલ્મ કરી રહ્યો હતો આથી તેણે તે ફિલ્મ પણ ના કરી અને તેમાં અંતે રણવીર સિંહ આવી ગયો.રામ લીલાસંજય લીલા ભણસાલીએ પ્રારંભમાં તેમની ફિલ્મ ‘રામ લીલા’માં સુશાંતને લેવાનું નક્કી કર્યું હતું. પણ સુશાંત તે વખતે યશરાજની ફિલ્મ કરી રહ્યો હતો અને ભણશાલીને યશરાજ ફિલ્મ્સ સાથે સારો ઘરોબો છે. આથી સુશાંતે તેમની ફિલ્મ ના કરી