Monday, October 12, 2026
HomeEntertainmentBollywoodતબ્બૂએ એવી વાત કે ફિલ્મ ભૂલ ભૂલૈયા-2ના મેકરને બદલવી પડી શૂટિંગની...

તબ્બૂએ એવી વાત કે ફિલ્મ ભૂલ ભૂલૈયા-2ના મેકરને બદલવી પડી શૂટિંગની તારીખો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના કારણે અનિસ બઝમીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’નું શૂટિંગ માર્ચ 2020થી અટકી ગયું હતું. ફિલ્મની ટીમ ગયા વર્ષે ઓક્ટોબર મહિનાથી ફરી શૂટિંગ શરૂ કરવાની હતી પરંતુ ડિસેમ્બર સુધી પાછળ ઠેલાયું હતું. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, ફિલ્મના મેકર્સે કાસ્ટ અને ક્રૂને જાન્યુઆરીના અંતે નવી તારીખો આપી છે. જો કે, આ ફિલ્મનો મહત્વનો ભાગ ગણાતી એક્ટ્રેસ તબ્બુ આ તારીખોમાં ઉપલબ્ધ નથી. તારીખોની સમસ્યાને કારણે તબ્બુ આ પ્રોજેક્ટમાંથી નીકળી જવાનું વિચારી રહી હતી.

જો કે, ફિલ્મના મેકર્સ તબ્બુને ફિલ્મમાં રાખવા માગે છે માટે જ તેઓ તબ્બુની અનુકૂળતા મુજબ શિડ્યુલમાં ફેરફાર કરી રહ્યા છે. આ મહિનાના અંતથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું અને બાદમાં લખનૌમાં પણ એક નાનકડું શિડ્યુલ હતું તે હવે કામચલાઉ ધોરણે જુલાઈ 2021 સુધી પાછળ ઠેલાયું છે. શૂટિંગ શિડ્યુલની નવી તારીખો ટૂંક સમયમાં જ નક્કી કરી દેવાશે.
આ ફિલ્મમાં કાર્તિક આર્યન, અક્ષય કુમારને બદલે જોવા મળશે. જો કે, આ હોરર-કોમેડીના મેકર્સે સ્પષ્ટ કરી દીધું છે કે, ‘ભૂલ ભૂલૈયા 2’ ઓરિજિનલ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા’ની સીક્વલ નહીં હોય. ફ્રેન્ચાઈઝી જાળવી રાખવા માટે ખાલી નામ જ સરખા રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ‘ભૂલ ભૂલૈયા’માં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા.

‘ભૂલ ભૂલૈયા 2’માં તબ્બુ અને કાર્તિક આર્યન ઉપરાંત કિયારા અડવાણી પણ લીડ રોલમાં છે. આ પહેલી ફિલ્મ છે જેમાં કિયારા અડવાણી અને કાર્તિક આર્યન સાથે જોવા મળશે. વર્કફ્રંટની વાત કરીએ તો, કાર્તિક આર્યન ‘ભૂલ ભૂલૈયા 2’ ઉપરાંત ‘ધમાકા’ અને ‘દોસ્તાના 2’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. ‘દોસ્તાના 2’માં કાર્તિક આર્યન સાથે જ્હાન્વી કપૂર અને લક્ષ્ય છે. કિયારા અડવાણી ‘શેરશાહ’ અને ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે. ‘જુગ જુગ જિયો’માં કિયારા ઉપરાંત વરુણ ધવન, અનિલ કપૂર, નીતૂ કપૂર અને મનીષ પોલ મહત્વના રોલમાં જોવા મળશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here