હોટલ-ઘરના સ્ટાફના ફોન સીલ, લગ્નમાં સામેલ થનાર દરેક માટે કોવિડ 19નો ટેસ્ટ ફરજીયાત

0
36

વરુણ ધવન તથા નતાશા દલાલ પરિવાર તથા મિત્રો સાથે અલીબાગ પહોંચી ગયા છે. 24મી જાન્યુઆરીના રોજ વરુણ તથા નતાશા લગ્ન કરશે. જોકે, નતાશાએ ‘નો ફોન’ પોલિસીનો કડક અમલ થાય તે વાત વેડિંગ પ્લાનરને કહી દીધી છે. આટલું જ નહીં લગ્નમાં સામેલ થનાર દરેક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પણ સબમીટ કરવાનું કહેવામાં આવ્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નતાશા દલાલ નથી ઈચ્છતી કે સોશિયલ મીડિયામાં તેમના લગ્નના કે પછી કોઈ પણ સેરેમીનીની તસવીરો વાઈરલ થાય. આથી જ નતાશાએ ‘નો ફોન પોલિસી’નો કડક અમલ થાય તેવી સૂચના વેડિંગ પ્લાનરને આપી દીધી છે. આટલું જ નહીં હોટલના સ્ટાફ તથા ઘરનો સ્ટાફ પણ લગ્નમાં હશે. તેમના ફોન શુક્રવાર, 22 જાન્યુઆરીના રોજ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમને લગ્નના ફંક્શન પૂરા થયા બાદ જ ફોન આપવામાં આવશે. આટલું જ નહીં લગ્નમાં આવનારા મહેમાનોના ફોનના કેમેરા પણ સીલ કરવામાં આવશે.

મેગેઝિન સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોય તેવી ચર્ચા
માનવામાં આવે છે કે નતાશા દલાલ તથા વરુણ ધવને પોતાના લગ્નની તસવીરો માટે મૅગેઝિન સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. આથી જ નતાશા ઈચ્છે છે કે તેમના લગ્નની તસવીરો ક્યાંય પણ લીક ના થાય અને તેથી જ કારણે નો ફોન પોલિસીનો કડકમાં કડક અમલ થાય તેવી સૂચના આપી છે.

કોરોના ગાઈડલાઈનનું પાલન થશે
લગ્નમાં સામેલ થનાર દરેકે દરેક વ્યક્તિએ પોતાનો કોવિડ 19નો રિપોર્ટ વેડિંગ પ્લાનર પાસે જમા કરાવવાનો રહેશે. આટલું જ નહીં લગ્નના સ્થળ પર થોડાં થોડાં અંતરે માસ્ક-સેનિટાઈઝર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સામાનને ડિસઈન્ફેક્ટિંગ કરવા માટે મેન્શનમાં દરેક જગ્યાએ UVC (અલ્ટ્રાવાયોલેટ) મૂકવામાં આવ્યા છે.

ગુજરાતી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડાએ મહેંદી મૂકી
ગુજરાતી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા શુક્રવાર, 22 જાન્યુઆરીના રોજ અલીબાગમાં જોવા મળ્યા હતા. વીણા નાગડા બોલિવૂડ મહેંદી ક્વીન તરીકે લોકપ્રિય છે. તેમણે અનેક બોલિવૂડ સેલેબ્સના લગ્નમાં મહેંદી મૂકી છે. વરુણ ધવનના લગ્નમાં પણ નતાશા દલાલના હાથમાં વીણા નાગડાએ જ મહેંદી મૂકી છે.