કોરોના વાઇરસ મહામારીને કારણે લગભગ એક વર્ષથી બૉલીવુડ સૂનું પડ્યું હતું અને હવે ફરીથી આગળ વધવા મથી રહ્યું છે. મેકર્સ અને ઍક્ટર્સ એમની આવનારી ફિલ્મોની રિલીઝ ડેટનો ખુલાસો કરી રહ્યા છે. એવા સમયે બૉક્સ ઑફિસ પર કેટલીક ફિલ્મોની રિલીઝ ડેટમાં ટકરાવ થાય એ સામાન્ય વાત છે. એ મુજબ હવે ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ અને ‘રાધેશ્યામ’ વચ્ચે પણ ટકરાવ થવાનો છે. આલિયા ભટ્ટ અને પ્રભાસની ફિલ્મ આ વર્ષે ૩૦ જુલાઇના રોજ બૉક્સ ઑફિસ પર રિલીઝ થશે. જોકે, ‘રાધેશ્યામ’ના મેકર્સે રિલીઝ ડેટની જાહેરાત પહેલાં જ કરી દીધી હતી. એ જ દિવસે ત્યાર બાદ સંજય લીલા ભણસાળીએ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતીઆલિયા-સંજય પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’માં સંજય લીલા ભણસાળી અને આલિયા ભટ્ટ પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ મશહૂર લેખક હુસૈન જૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઇ’ પર આધારિત છે એમ જાણવા મળ્યું છે. ફિલ્મમાંના આલિયાના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર જાહેર થઇ ગઇ છે અને તેના પ્રશંસકોએ પણ દિલચસ્પ પ્રતિક્રિયાઓ આપી છે. ફિલ્મસિટીમાં આ ફિલ્મ માટે સાડાછ કરોડ રૂપિયાના ખર્ચે મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો.મોટા બજેટની ફિલ્મ છે ‘રાધેશ્યામ’‘રાધેશ્યામ’ મોટા બજેટની ફિલ્મ છે. ૩૦ જુલાઇના રોજ એને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. પ્રભાસ અને પૂજા હેગડે આ ફિલ્મમાં લીડ રોલમાં છે. એ ઉપરાંત સચિન ખેડેકર, ભાગ્યશ્રી, પ્રિયદર્શી, મુરલી શર્મા, સાશા છેત્રી, કુણાલ રૉય કપૂર સહિત અન્ય કલાકારો પણ સામેલ છે.ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણકુમાર, વામસી અને પ્રમોદ છે. રાધા કૃષ્ણા કુમાર ફિલ્મના ડિરેક્ટર છે. પ્રભાસે સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતાં લખ્યું હતું, ‘મારા પ્રશંસકો, આ તમારી માટે છે. મને આશા છે કે તમને તે પસંદ આવશે.’