Monday, October 5, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં હજી બે દિવસ છે માવઠાની શક્યતા, આજે આ વરસાદની આગાહી

રાજ્યમાં હજી બે દિવસ છે માવઠાની શક્યતા, આજે આ વરસાદની આગાહી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુરૂવારે રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે કમોસમી વરસાદ સાથે ઠંડીનું જોર પણ ધીરે ધીરે વધી રહ્યુ છે.

અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગે ભરશિયાળામાં વરસાદની આગાહી કરી છે. જે પ્રમાણે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં વરસાદની આગાહી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુરૂવારે રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે કમોસમી વરસાદ સાથે ઠંડીનું જોર પણ ધીરે ધીરે વધી રહ્યુ છે.અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે. જેથી આગામી 24 કલાક દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે અનેક શહેરોમાં ધીરે ધીરે ઠંડીનું જોર પણ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ રહેલી છે. જ્યારે તૈયાર પાક પણ માર્કેટ યાર્ડોમાં પલળી રહ્યો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હજુ બે દિવસ રહેશે. જેના પગલે આજે સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં જ્યારે શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરુચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.કમોસમી વરસાદને લીધે ખેડૂતોને કપાસ, ઘઉં, રાયડો, મકાઇ, તુવેર જેવા પાકમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વાદળિયા વાતાવરણથી કૃષિ પાકોમાં જીવાત પડવાની ભીતિ છે. કૃષિ નિષ્ણાતોને મતે રાહતની વાત એ છે કે, હજુ રવિ પાકનું વાવેતર શરૂ થયું નથી. અલબત્ત, જે પાક તૈયાર છે તેને ભારે નુકસાન થવાની ભીતિ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here