Wednesday, August 5, 2026
HomeGujaratપાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર અનાજ ભરેલી ટ્રક પલટતા કારનો કચ્ચરઘાણ, ચાલકનો ચમત્કારિક...

પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર અનાજ ભરેલી ટ્રક પલટતા કારનો કચ્ચરઘાણ, ચાલકનો ચમત્કારિક બચાવ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

બનાસકાંઠામાં પાલનપુર-આબુરોડ નેશનલ હાઈ વે પર આજે વહેલી સવારે ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે કાર સહિત ચાલક દબાઈ જતા પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી ચાલકને જીવતો બહાર કાઢ્યો હતો.

પાલનપુર-આબુરોડ નેશનલ હાઈ વે પર આજે વહેલી સવારે અનાજની બોરીઓ ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલી કાર પણ અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે દબાઇ જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારનો ચાલક પણ ટ્રકની નીચે કાર સાથે દબાઇ ગયો હતો. જોકે, ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.  પ્રાથમિક  માહિતી પ્રમાણે, કાર ચાલક અમદાવાનો છે. તેમનું નામ રાહુલ મનુભાઈ વાઘ છે.

અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. તે બાદ તેમણે આ અકસ્માતની જાણ પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. કાર ચાલક ગંભીર રીતે કારમાં ફસાઇ ગયો હતો. જેથી તેને ક્રેનની મદદથી અનાજની બોરીઓ નીચે દબાઇ ગયેલા કારચાલકને મહામુસીબતે જીવતો બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે, પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાબડતોબ રાહત કામગીરી કરતા યુવકનો જીવ બચ્યો હતો .

નોંધનીય છે કે, બે દિવસ પહેલા ધાનેરા-થરાદ હાઇવે ઉપર સરાલ પાટિયા પાસે શનિવારે મોડી રાત્રે જીપડાલા ચાલક ડીઝલ ભરાવી રોંગ સાઇડ રોડ ઉપર ચડતાં સામેથી આવતી રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જીપડાલા ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો. શનિવારની રાત્રીના સમયે પેટ્રોલ પંપ ઉપરથી જીપડાલા ચાલક ડીઝલ ભરાવી રોંગ સાઇડે રોડ ઉપર બહાર નિકળ્યો હતો. ત્યારે થરાદ તરફથી ધાનેરા તરફ આવતી રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં બેઠેલા થરાદ તાલુકાના સિધોતરા ગામના કંકુબેન હેંગોળાભાઇ ઠાકોર (ઉં.વ.58)નું મોત નિપજ્યું હતું.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here