
અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને લાઇફસ્ટાઇલ માર્કેટમાં રિલાયન્સ રિટેલના ઓમ્નિચેનલ બ્યુટી પ્લેટફોર્મ ‘ટીરા’એ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે. પેલેડિયમ અમદાવાદ ખાતે યોજાયેલા લોન્ચ કાર્યક્રમને અભિનેત્રી સોનલ ચૌહાણની વિશેષ હાજરીએ વધુ આકર્ષક બનાવ્યો હતો. સોનલ ચૌહાણે આજે વિશેષ સેલિબ્રિટી મુલાકાત અને મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ટિરાના અમદાવાદ પ્રવેશને ખાસ બનાવ્યો હતો.
અમદાવાદમાં પ્રવેશ સાથે ટિરા શહેરના ગ્રાહકો માટે પ્રીમિયમ બ્યુટી બ્રાન્ડ્સ, વ્યક્તિગત સલાહ, નિષ્ણાત માર્ગદર્શન અને ઇમર્સિવ બ્યુટી અનુભવોનું નવું પ્લેટફોર્મ રજૂ કરી રહ્યું છે. ત્વચા સંભાળ, રંગ પ્રસાધનો અને સુગંધ સહિતની વિવિધ કેટેગરીમાં વૈશ્વિક અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ સાથે ટિરા ગ્રાહકોને તેમની વ્યક્તિગત જરૂરિયાત અનુસાર બ્યુટી પ્રોડક્ટ્સ શોધવાની અને પસંદ કરવાની સુવિધા આપે છે.
ટીરાના સ્ટોરમાં પ્રશિક્ષિત બ્યુટી સલાહકારો દ્વારા માર્ગદર્શિત સલાહ ઉપરાંત ‘ફ્રેગરન્સ ફાઇન્ડર’ જેવી વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને તેમની પસંદગી અને વ્યક્તિત્વને અનુરૂપ સુગંધ શોધવામાં મદદ કરે છે.
અમદાવાદ લોન્ચ દરમિયાન મર્સિડીઝ-બેન્ઝ સાથેનું વિશેષ લક્ઝરી લાઇફસ્ટાઇલ સહયોગ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. મોલના પ્રવેશદ્વાર પર મર્સિડીઝ-બેન્ઝનું વિશેષ સ્થાપન કરવામાં આવ્યું હતું, જ્યારે ત્યારબાદ ટિરા દ્વારા બ્રાન્ડેડ ફોટો બૂથ અનુભવ પણ રજૂ કરવામાં આવ્યો.
આ લોન્ચ સાથે અમદાવાદના પ્રતિષ્ઠિત એચએનઆઈ, સોશિયલાઇટ્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે વિશેષ કાર્યક્રમો અને ક્યુરેટેડ બ્યુટી અનુભવોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
